ઓનલાઇન ગેમિંગમાં ‘નવો યુગ’: 1 મે, 2026 થી અમલી બન્યા કડક નિયમો

ભારત સરકારે ઓનલાઇન ગેમિંગ ક્ષેત્રે સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે આજથી એક ઐતિહાસિક પગલું ભર્યું છે.જો તમે પણ સ્માર્ટફોન કે કમ્પ્યુટર પર ગેમ્સ રમો છો.. તો આ ફેરફારો તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી છે.

નવા નિયમોનો મુખ્ય હેતુ

સરકારનો ઉદ્દેશ્ય ઓનલાઇન ગેમિંગના વાતાવરણને સુરક્ષિત અને ‘સ્વચ્છ’ બનાવવાનો છે. વારંવાર થતી છેતરપિંડી અને ડેટા ચોરીને રોકવા માટે હવે દરેક ગેમિંગ પ્લેટફોર્મ માટે સરકારી નોંધણી (Registration) ફરજિયાત કરવામાં આવી છે.

કઈ રમત કાયદેસર? હવે તફાવત સ્પષ્ટ થશે

નવા નિયમનકારી માળખા હેઠળ રમતોને બે મુખ્ય શ્રેણીમાં વહેંચવામાં આવી છે, જેથી ખેલાડીઓમાં કોઈ ભ્રમ ન રહે:

  1. કૌશલ્ય આધારિત રમતો (Skill-based Games): ઈ-સ્પોર્ટ્સ અને મનોરંજન માટેની સામાજિક રમતો માટે હળવા અને પ્રોત્સાહક નિયમો રહેશે.

  2. નાણાકીય જોખમ ધરાવતી રમતો (Wagering Games): જ્યાં ખેલાડીઓ પૈસા લગાવે છે.. તે રમતો હવે કડક સરકારી દેખરેખ હેઠળ આવશે.

    • 90 દિવસની ડેડલાઇન: કોઈપણ રમત કઈ શ્રેણીમાં આવે છે, તે સરકાર 90 દિવસમાં સ્પષ્ટ કરશે.

કંપનીઓની વધતી જવાબદારીઓ

હવે ગેમિંગ કંપનીઓ પોતાની મનમાની કરી શકશે નહીં. નવા નિયમો મુજબ:

  • ડેટા સુરક્ષા: ખેલાડીઓની અંગત વિગતો સુરક્ષિત રાખવી પ્લેટફોર્મની પ્રાથમિક જવાબદારી રહેશે.

  • ફરિયાદ નિવારણ: દરેક કંપનીએ એક જવાબદાર અધિકારી (Grievance Officer) ની નિમણૂક કરવી પડશે..જેથી ખેલાડીઓ પોતાની સમસ્યાનું ત્વરિત સમાધાન મેળવી શકે.

  • પેમેન્ટ પ્રોટેક્શન: આર્થિક છેતરપિંડી રોકવા માટે પેમેન્ટ ગેટવે પર કડક વોચ રાખવામાં આવશે.

ભારતમાં ગેમિંગ માર્કેટની તેજી

ભારત વિશ્વના સૌથી મોટા ગેમિંગ માર્કેટ પૈકીનું એક બની રહ્યું છે:

  • 2024 નું ટર્નઓવર: ₹2.32 લાખ કરોડ

  • 2027 નો અંદાજ: ₹3.16 લાખ કરોડ સુધી પહોંચવાની શક્યતા. હાલમાં નાણાકીય જોખમ ધરાવતી ઘણી રમતો અને તેની ભ્રામક જાહેરાતો પર પ્રતિબંધ છે..નવા નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓ સામે ભારે દંડથી લઈને જેલ સુધીની કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે.

Leave a Comment

READ MORE

READ MORE