‘મને કોઈ પસ્તાવો નથી…’, હંસિકા મોટવાણીએ છૂટાછેડાના એક મહિના બાદ તોડ્યું મૌન, દિલની વાત કરી જાહેર

બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હંસિકા મોટવાણી પોતાની એક્ટિંગ અને સુંદરતા માટે જાણીતી છે. તે બાળપણથી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. હાલમાં તે પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે, કારણ કે તાજેતરમાં જ તેણે તેના પતિ સોહેલ ખતુરિયાથી છૂટાછેડા લીધા છે. હવે ફરી એકવાર તે પોતાના તૂટેલા લગ્નજીવન અંગે ખુલીને સામે આવી છે.

હંસિકા મોટવાણીનું છૂટાછેડા પછીનું જીવન

છૂટાછેડા પછી હંસિકાએ લાંબા સમય સુધી મૌન જાળવી રાખ્યું હતું. ચાહકો અને મીડિયા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે તે આ બાબતે શું કહેશે. એક મહિના પછી તેણે સોશિયલ મીડિયા પર પોતાની ચૂપકીદી તોડી છે. તેણે એક સાદી પણ મક્કમ પોસ્ટ શેર કરી જેમાં લખ્યું હતું, “Chardi Kala always”. જેનો અર્થ થાય છે હંમેશા ઉમદા વિચાર અને સકારાત્મક સ્થિતિમાં રહેવું. આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે હંસિકા હવે જીવનમાં આગળ વધવા માટે તૈયાર છે.

દિલની વાત કરી જાહેર

હંસિકાએ પોતાના મનની વાત સ્પષ્ટ શબ્દોમાં કહી છે. તેણે લખ્યું કે તેને કોઈ પસ્તાવો નથી.જે થયું તે થયું. તેણે એક ઉદાહરણ આપતા કહ્યું કે, જો તમે ખોટી ટ્રેનમાં ચઢી જાઓ, તો ઉતરી જવું જ વધુ સારું છે.” લગ્ન પછી બંનેની જીવનશૈલી અને દિનચર્યામાં ઘણો તફાવત હતો. તેણે માત્ર શાંતિ અને જીવનમાં આગળ વધવા વિશે જ વાત કરી હતી.

છૂટાછેડાની વિગતો

અભિનેત્રી હંસિકા મોટવાણી અને સોહેલ ખતુરિયાના લગ્નને માત્ર ચાર વર્ષ થયા હતા, પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં.ડિસેમ્બર 2022માં થયેલા લગ્ન બાદ જુલાઈ 2024થી બંને અલગ રહેતા હતા. માર્ચ 2026માં મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટે બંનેને પરસ્પર સંમતિથી છૂટાછેડા મંજૂર કર્યા છે. હંસિકાએ વળતર (Alimony) કે મેન્ટેનન્સ માટે કોઈ ક્લેમ કર્યો નથી. તેણે આ લગ્નજીવનને શાંતિપૂર્ણ અને સન્માનજનક રીતે સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE