બોડેલી: નગરપાલિકાની ચૂંટણી પૂર્વે EVM અંગે જનજાગૃતિ, હવે ‘રજીસ્ટર’ બટન દબાવવું ફરજિયાત

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારત નિર્વાચન આયોગ (ECI) ના માર્ગદર્શન હેઠળ બોડેલી નગરપાલિકા વિસ્તારમાં મતદાતા જાગૃતિ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. નગરપાલિકાની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરવાની નવી પદ્ધતિ અને EVM મશીનની પ્રક્રિયા સમજાવવા માટે BLO (બી.એલ.ઓ.) દ્વારા ઘરે-ઘરે જઈને રિહર્સલ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારનો ધમધમાટ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ની બોડેલીમા સભા

 

નવું રજીસ્ટરબટન શા માટે મહત્વનું?

નગરપાલિકાની ચૂંટણીમાં સામાન્ય રીતે મતદારે એક વોર્ડ દીઠ ચાર ઉમેદવારોને પસંદ કરવાના હોય છે. નવી સિસ્ટમ મુજબ, મતદારે પોતાની પસંદગીના ઉમેદવારોના બટન દબાવ્યા બાદ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અંતમાં રજીસ્ટર‘ (Register) બટન દબાવવું અત્યંત અનિવાર્ય છે.

ધ્યાન રાખવા જેવી બાબતો:

  • અધૂરી પ્રક્રિયા: જો મતદાર ચાર ઉમેદવારોના બટન દબાવ્યા બાદ ‘રજીસ્ટર’ બટન નહીં દબાવે, તો તેમનો મત મશીનમાં નોંધાશે નહીં અને પ્રક્રિયા અમાન્ય ગણાશે.

  • ઓછા મત આપવા હોય તો પણ: જો કોઈ મતદાર ચારને બદલે માત્ર એક, બે કે ત્રણ ઉમેદવારને મત આપવા માંગતા હોય, તો પણ પસંદગી કર્યા બાદ અંતે ‘રજીસ્ટર’ બટન દબાવવું ફરજિયાત છે.

  • સફળ વોટિંગની નિશાની: રજીસ્ટર બટન દબાવ્યા પછી જ મશીનમાંથી ‘બીપ’ અવાજ આવશે.જેનો અર્થ છે કે તમારો મત સફળતાપૂર્વક નોંધાઈ ગયો છે.

આ અભિયાન દ્વારા BLO નાગરિકોને સમજાવી રહ્યા છે કે ‘રજીસ્ટર’ બટન દબાવ્યા વગર મતાધિકારનો ઉપયોગ અધૂરો ગણાશે.ચૂંટણીમાં એક પણ મત વેડફાય નહીં તે માટે તંત્ર દ્વારા આ સઘન જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

રિપોર્ટર: અંજુમ ખત્રી, છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE