ટેક્સી અને જાહેર વાહનોમાં ટ્રેકિંગ ડિવાઇસ-પેનિક બટન ફરજિયાત: સુપ્રીમ કોર્ટનો કડક આદેશ

દેશમાં મુસાફરો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ટેક્સીઓ સહિતના તમામ જાહેર પરિવહન વાહનોમાં વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ’ (VLTD) અને પેનિક બટન’ લગાવવાના નિયમોનો ચુસ્તપણે અમલ કરવા આદેશ આપ્યો છે.

ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ કે.વી. વિશ્વનાથનની બેન્ચે ચિંતા વ્યક્ત કરતા નોંધ્યું હતું કે, હાલમાં દેશના ૧ ટકા કરતાં પણ ઓછા જાહેર વાહનોમાં લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ ઉપલબ્ધ છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત ગંભીર બાબત છે.

આ પણ વાંચો…

ચીનનો ‘ડ્રેગન’ અંદાજ: ટ્રમ્પ બેઇજિંગ તો પહોંચ્યા પણ શી જિનપિંગે સ્વાગત ટાળ્યું, દુનિયાને આપ્યો મોટો સંદેશ

નિયમ 125H નું કડક પાલન કરવા તાકીદ

અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989 ના નિયમ 125H ને તાત્કાલિક અને કડક રીતે લાગુ કરવામાં આવે.

  • નવા અને જૂના તમામ વાહનો માટે નિયમ: તમામ જાહેર સેવા વાહનોમાં નિયત સમયમર્યાદામાં ટ્રેકિંગ ડિવાઇસ અને પેનિક બટન લગાવવા અનિવાર્ય રહેશે.

  • ફિટનેસ અને પરમિટ પર રોક: જ્યાં સુધી વાહનમાં VLTD અને ઇમરજન્સી બટન ફિટ નહીં હોય અને તેની વિગતો વાહન એપ’ (Vahan App) પર અપડેટ કરવામાં નહીં આવે, ત્યાં સુધી તે વાહનને ફિટનેસ સર્ટિફિકેટ કે પરિવહન પરમિટ (Permit) આપવામાં આવશે નહીં.

મેન્યુફેક્ચરિંગ સ્ટેજ પર જ ઇન્સ્ટોલેશનનું સૂચન

સર્વોચ્ચ અદાલતે એક મહત્વનું સૂચન કરતા જણાવ્યું કે, વાહન ઉત્પાદક કંપનીઓએ (Automobile Manufacturers) વાહનના વેચાણ પહેલાં, એટલે કે તેના ઉત્પાદન તબક્કે જ આ બંને સુરક્ષા ઉપકરણો ઇન્સ્ટોલ કરી દેવા જોઈએ. આ દિશામાં શક્યતાઓ તપાસવા માટે કોર્ટે કેન્દ્ર સરકારને ઓટોમોબાઈલ ઉત્પાદકો સાથે બેઠક કરી અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.

માર્ગ સલામતી અને લેન ડ્રાઇવિંગ પર કોર્ટની ગંભીર ટિપ્પણી

  • લેન ડ્રાઇવિંગનો અભાવ: ભારતમાં વધી રહેલા માર્ગ અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરતા કોર્ટે કહ્યું કે, “દેશમાં લેન ડ્રાઇવિંગનો ખ્યાલ હજુ અસરકારક રીતે અમલમાં નથી, જે અકસ્માતોનું મુખ્ય કારણ છે.” સરકારે લેન ડ્રાઇવિંગના કાયદા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

  • રાજ્યોની ઝાટકણી: વાહનોમાં સ્પીડ ગવર્નર્સ (ગતિ નિયંત્રક) લગાવવા અંગેનો અહેવાલ રજૂ ન કરવા બદલ કોર્ટે અનેક રાજ્યોની કડક આલોચના કરી હતી.

  • રાષ્ટ્રીય માર્ગ સલામતી બોર્ડ: અદાલતે નારાજગી વ્યક્ત કરી કે વારંવાર સમયમર્યાદા આપવા છતાં હજુ સુધી ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી બોર્ડ’ની સ્થાપના યોગ્ય રીતે થઈ શકી નથી. જે તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે.

Leave a Comment

READ MORE

READ MORE