ગુજરાત સહિત 6 રાજ્યોમાં આકરી ગરમીનો પ્રકોપ, અનેક શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને વટાવ્યું

દેશના પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બીજી તરફ ગુજરાત સહિત છ રાજ્યોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેતા લોકો અકળાઈ ઉઠ્યા છે. ઉત્તર અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાતા હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ છે.

હવામાન વિભાગના આંકડા મુજબ ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં તાપમાન 40થી 43.5 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે. ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા અને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

હરિયાણાના રોહતકમાં સૌથી વધુ 43.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે દિલ્હીમાં 43.4 ડિગ્રી, ઉત્તરપ્રદેશના બાંદામાં 43.2 ડિગ્રી અને મધ્યપ્રદેશના ખજુરાહોમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાતા ગરમીનો પ્રકોપ વધુ તીવ્ર બન્યો હતો.

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં ઊંચું તાપમાન યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી તડકામાં બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને ગરમીથી બચવા જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE