નેપાળમાં દર્દનાક અકસ્માત: 700 મીટર ઊંડી ખીણમાં જીપ ખાબકી; 20 લોકોના મોત

આ સમયના મોટા સમાચાર નેપાળથી સામે આવી રહ્યા છે. અહીં એક દર્દનાક અકસ્માતમાં 20 લોકોના મોત થયા છે. જાણકારી મુજબ આ અકસ્માત ગુરુવારે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, એક જીપ તીર્થયાત્રીઓને લઈને જઈ રહી હતી..ત્યારે થવાંગ ગ્રામીણ નગરપાલિકાના જલજાલા વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી હતી.અકસ્માતના કારણ અંગે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, વરસાદને કારણે રસ્તા પર ઘણો કાદવ થઈ ગયો હતો..જેના કારણે જીપ લપસી ગઈ અને ખીણમાં જઈ પડી. આશરે 700 મીટર ઊંડી ખીણમાં પડવાને કારણે જીપમાં સવાર 20 લોકોના મોત થયા છે.

કાદવને કારણે ખીણમાં ખાબકી જીપ

પોલીસે જણાવ્યું કે ગુરુવારે નેપાળના રોલ્પા જિલ્લામાં તીર્થયાત્રીઓને લઈ જતી એક જીપ પહાડી રસ્તા પરથી લપસીને લગભગ 700 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી…જેનાથી 20 લોકોના મોત થયા છે. પોલીસે વધુમાં જણાવ્યું કે આ દુર્ઘટના થવાંગ ગ્રામીણ નગરપાલિકાના જલજાલા વિસ્તારમાં થઈ હતી. જ્યારે વરસાદ દરમિયાન કાદવથી ભરેલા રસ્તા પર વાહન લપસી ગયું અને પહાડ પરથી નીચે ખાબક્યું. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 20 લોકોના મોત થયા છે..ઘટનાને પગલે ભારે શોક વ્યાપી ગયો છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન (બચાવ કામગીરી) ચાલુ છે.

અન્ય અકસ્માતમાં 12ના મોત

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં થયેલા અન્ય એક અકસ્માતમાં નેપાળમાં 12 લોકોના મોત થયા હતા..આ અકસ્માત 10 ફેબ્રુઆરીએ મધ્ય નેપાળમાં થયો હતો.અહીં એક પેસેન્જર બસ નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 12 લોકોના મોત થયા હતા…માહિતી મુજબ આ દુર્ઘટનામાં અન્ય આઠ લોકો ઘાયલ પણ થયા હતા.જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસે બસ ચાલકને કસ્ટડીમાં લીધો છે. મળતી માહિતી મુજબ બસ કાઠમંડુથી ઓખલઢુંગા જઈ રહી હતી..તે દરમિયાન બાગમતી પ્રાંતની રામેછાપ નગરપાલિકામાં બસ અકસ્માતનો શિકાર બની અને તામાકોશી નદીમાં પડી ગઈ હતી.

Leave a Comment

READ MORE

READ MORE