વૈશાખ પૂર્ણિમા પર કરી લો આ 5 કામ…ચમકી ઉઠશે સૂતેલું નસીબ.. મા લક્ષ્મીની વરસશે અપાર કૃપા!

શાસ્ત્રોમાં વૈશાખ પૂર્ણિમાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો..આ ઉપરાંત, સાત વર્ષની કઠિન તપસ્યા બાદ આ જ દિવસે ભગવાન ગૌતમ બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી..માન્યતાઓ અનુસાર આ દિવસે બુદ્ધનું મહાનિર્વાણ પણ થયું હતું.તેથી, બૌદ્ધ ધર્મના લોકો માટે પણ આ દિવસ ખૂબ જ ખાસ હોય છે.આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે, તેનાથી વ્યક્તિને જીવનમાં પ્રગતિ મળે છે.

વૈશાખ પૂર્ણિમા 1 મે ના રોજ ઉજવવામાં આવશે. ચાલો જાણીએ આ દિવસે કયા કાર્યો કરવાથી તમે પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકો છો.

વૈશાખ પૂર્ણિમાના 5 ઉપાયો (Purnima Ke Upay)

  1. પવિત્ર સ્નાન અને પૂજા: વૈશાખ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરો.જો શક્ય હોય તો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવા જાઓ. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો અને વ્રતનો સંકલ્પ લો.

  2. સત્યનારાયણ ભગવાનની કથા: આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરાવવી અત્યંત શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે તેનાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

  3. દાનનું મહત્વ: વૈશાખ પૂર્ણિમા પર દાનનું પણ વિશેષ મહત્વ છે. ખાસ કરીને આ દિવસે સફેદ તલ, પાણી, ખાંડ, પંખો, સત્તુ (ચણાનો લોટ), જળ અને વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

  4. પીપળાનું પૂજન: પૂર્ણિમાના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે.કહેવાય છે કે તેનાથી દેવી-દેવતાઓની સાથે પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.

  5. ચંદ્ર પૂજન: પૂર્ણિમાની રાત્રે ચંદ્રની પૂજા પણ ચોક્કસ કરવી જોઈએ.આ દિવસે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે.

ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે.આનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE