શ્રી ધામના કપાટ આજે વહેલી સવારે સંપૂર્ણ વિધિ-વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રદ્ધાળુઓના દર્શન માટે ખોલી દેવામાં આવ્યા છે..આ પવિત્ર અવસરે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પોતે હાજર રહ્યા હતા.અને તેમણે મંદિરને 51 ક્વિન્ટલ ફૂલોથી શણગારેલું જોઈને ભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો.
મુખ્યમંત્રીએ દેશભરમાંથી આવતા તમામ શ્રદ્ધાળુઓનું હાર્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, આ યાત્રા આપણી આસ્થા અને સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ પ્રસંગે તમામ ભક્તોને અભિનંદન પાઠવ્યા હતા અને ખાસ વિનંતી કરી હતી કે, યાત્રા દરમિયાન સ્વચ્છતા જાળવવી અને સમગ્ર માર્ગને પ્લાસ્ટિક મુક્ત રાખવો. આ વર્ષે સુરક્ષા અને ગરિમા જાળવવા માટે વહીવટીતંત્ર દ્વારા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.જેમાં મંદિર પરિસરમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા, વીડિયો શૂટ કરવા કે સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રુદ્રપ્રયાગના એસપી નિહારિકા તોમરે જણાવ્યું કે, ભક્તોની સુવિધા માટે લોકર અને મોબાઈલ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં કેદારનાથમાં તાપમાન શૂન્યની આસપાસ હોવાથી શ્રદ્ધાળુઓને ભારે ગરમ કપડાં સાથે રાખવાની અને સરકારી એડવાઈઝરીનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
Post Views: 67











