તૈયાર થઈ જાવ! 19 એપ્રિલથી ચારધામ યાત્રાનો પ્રારંભ,જાણો ઓનલાઇન અને ઓફલાઇન રજિસ્ટ્રેશનની પૂરી વિગત

ઉત્તરાખંડની ચારધામ યાત્રા માટે અત્યાર સુધી લાખો શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચૂક્યા છે…17 એપ્રિલથી યાત્રા માટે ઓફલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે…ઓફલાઇન નોંધણીના પ્રથમ દિવસે જ કુલ 2,713 શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું…ચારધામ યાત્રા માટે ઓફલાઇન રજિસ્ટ્રેશન હરિદ્વાર,ઋષિકેશ,હરબર્ટપુર અને નયા ગામ ખાતે કરાવી શકાય છે..પહેલા દિવસે હરિદ્વારમાં 1043 અને ઋષિકેશમાં 1670 શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી હતી.

19 એપ્રિલથી યાત્રાનો પ્રારંભ ચારધામ યાત્રાની શરૂઆત 19 એપ્રિલથી થઈ રહી છે. અત્યાર સુધી ઓનલાઇન અને ઓફલાઇન મળીને કુલ 18.41 લાખ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે..ઉલ્લેખનીય છે કે,ઓનલાઇન રજિસ્ટ્રેશન 6 માર્ચથી જ શરૂ કરી દેવામાં આવ્યા હતા..જે લોકો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકતા નથી..તેઓ હવે ઓફલાઇન સુવિધાનો લાભ લઈ શકે છે.

કયા ધામના કપાટ ક્યારે ખુલશે? ચારધામ યાત્રા માટે મંદિરોના કપાટ ખુલવાની તારીખો નીચે મુજબ છે:

  • યમનોત્રી અને ગંગોત્રી ધામ: 19 એપ્રિલ 2026, રવિવાર (અક્ષય તૃતીયા).

  • કેદારનાથ ધામ: 22 એપ્રિલ 2026, બુધવાર.

  • બદ્રીનાથ ધામ: 23 એપ્રિલ 2026, ગુરુવાર.

23 એપ્રિલ સુધીમાં ચારધામના તમામ કપાટ ભક્તો માટે ખુલી જશે. યાત્રા પર જવા માટે રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે…તેના વગર મુસાફરી કરવાની મંજૂરી મળશે નહીં.

ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું? શ્રદ્ધાળુઓ uttarakhandtourism.gov.in વેબસાઇટ પર જઈને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકે છે:

  1. વેબસાઇટ પર જઈ મોબાઈલ નંબર દ્વારા એકાઉન્ટ બનાવો.

  2. OTP વેરિફિકેશન પછી લોગિન કરીને ‘મેનેજ ટૂર’ પર ક્લિક કરો.

  3. યાત્રાની તારીખ અને કયા ધામની યાત્રા કરવી છે તે પસંદ કરો.

  4. તમામ જરૂરી વિગતો ભરો અને ફોટો અપલોડ કરી ફોર્મ સબમિટ કરો.

  5. અંતમાં મળેલ QR કોડ અને પાસની પ્રિન્ટ કાઢી લેવી અથવા સાચવીને રાખવો.

(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે…આનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE