International Cricket Council (ICC) એ એક ઐતિહાસિક નિર્ણય લેતા નવી ટૂર્નામેન્ટની શરૂઆત કરી છે. 2026ના વુમન્સ ટી20 વર્લ્ડ કપ પહેલા ICCએ મહિલા ક્રિકેટમાં એક નવી સ્પર્ધા લાવવાનો નિર્ણય કર્યો છે. પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે આ ટૂર્નામેન્ટનું નામ ‘T20I ચેલેન્જ ટ્રોફી’ હશે. ચોંકાવનારી વાત એ છે કે ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ સહિતના અન્ય મોટા દેશોને આ ટૂર્નામેન્ટમાં રમવાની તક મળી નથી.
જય શાહના નેતૃત્વમાં ICCનું ધમાકેદાર એલાન
જય શાહના નેતૃત્વમાં ICCએ T20I ચેલેન્જ ટ્રોફીની પ્રથમ આવૃત્તિની જાહેરાત કરી દીધી છે. હાલમાં મહિલાઓ માટે આ ટૂર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી રહી છે. ICCના જણાવ્યા અનુસાર, આ નવી ટૂર્નામેન્ટ રવાન્ડાની રાજધાની કિગાલીમાં આયોજિત કરવામાં આવશે.આ ટૂર્નામેન્ટ 18 એપ્રિલથી 2 મે 2026 સુધી ચાલવાની છે.
ભારતને કેમ ન મળી જગ્યા?
ICCએ એસોસિએટ દેશોમાં મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે આ ટૂર્નામેન્ટ શરૂ કરી છે. આ જ કારણ છે કે ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવા ‘ફુલ મેમ્બર’ દેશોની ટીમો આમાં રમી રહી નથી.આ ચેલેન્જ ટ્રોફીમાં રવાન્ડા, ઇટાલી, નેપાળ, USA અને વાનુઆતુની ટીમો ભાગ લેશે.આ ટૂર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે, જેમાં દરેક ટીમ એકબીજા સામે બે વાર રમશે અને પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમો ફાઈનલમાં ટકરાશે.
ICC વુમન્સ T20I ચેલેન્જનું શેડ્યૂલ:
તારીખ |
મેચ |
સ્થળ |
18 એપ્રિલ 2026 |
રવાન્ડા vs ઇટાલી |
ગહાંગા ક્રિકેટ સ્ટેડિયમ (મેન ઓવલ) |
18 એપ્રિલ 2026 |
નેપાળ vs USA |
ગહાંગા ક્રિકેટ સ્ટેડિયમ (મેન ઓવલ) |
19 એપ્રિલ 2026 |
રવાન્ડા vs વાનુઆતુ |
ગહાંગા ક્રિકેટ સ્ટેડિયમ (ઓવલ B) |
19 એપ્રિલ 2026 |
ઇટાલી vs નેપાળ |
ગહાંગા ક્રિકેટ સ્ટેડિયમ (ઓવલ B) |
21 એપ્રિલ 2026 |
રવાન્ડા vs USA |
ગહાંગા ક્રિકેટ સ્ટેડિયમ (મેન ઓવલ) |
21 એપ્રિલ 2026 |
વાનુઆતુ vs ઇટાલી |
ગહાંગા ક્રિકેટ સ્ટેડિયમ (મેન ઓવલ) |
22 એપ્રિલ 2026 |
રવાન્ડા vs નેપાળ |
ગહાંગા ક્રિકેટ સ્ટેડિયમ (ઓવલ B) |
22 એપ્રિલ 2026 |
USA vs વાનુઆતુ |
ગહાંગા ક્રિકેટ સ્ટેડિયમ (ઓવલ B) |
24 એપ્રિલ 2026 |
નેપાળ vs વાનુઆતુ |
ગહાંગા ક્રિકેટ સ્ટેડિયમ (મેન ઓવલ) |
24 એપ્રિલ 2026 |
ઇટાલી vs USA |
ગહાંગા ક્રિકેટ સ્ટેડિયમ (મેન ઓવલ) |
26 એપ્રિલ 2026 |
રવાન્ડા vs વાનુઆતુ |
ગહાંગા ક્રિકેટ સ્ટેડિયમ (ઓવલ B) |
26 એપ્રિલ 2026 |
USA vs નેપાળ |
ગહાંગા ક્રિકેટ સ્ટેડિયમ (ઓવલ B) |
27 એપ્રિલ 2026 |
રવાન્ડા vs ઇટાલી |
ગહાંગા ક્રિકેટ સ્ટેડિયમ (મેન ઓવલ) |
27 એપ્રિલ 2026 |
USA vs વાનુઆતુ |
ગહાંગા ક્રિકેટ સ્ટેડિયમ (મેન ઓવલ) |
28 એપ્રિલ 2026 |
રવાન્ડા vs નેપાળ |
ગહાંગા ક્રિકેટ સ્ટેડિયમ (ઓવલ B) |
28 એપ્રિલ 2026 |
ઇટાલી vs વાનુઆતુ |
ગહાંગા ક્રિકેટ સ્ટેડિયમ (ઓવલ B) |
30 એપ્રિલ 2026 |
ઇટાલી vs USA |
ગહાંગા ક્રિકેટ સ્ટેડિયમ (મેન ઓવલ) |
30 એપ્રિલ 2026 |
નેપાળ vs વાનુઆતુ |
ગહાંગા ક્રિકેટ સ્ટેડિયમ (મેન ઓવલ) |
1 મે 2026 |
રવાન્ડા vs USA |
ગહાંગા ક્રિકેટ સ્ટેડિયમ (ઓવલ B) |
1 મે 2026 |
ઇટાલી vs નેપાળ |
ગહાંગા ક્રિકેટ સ્ટેડિયમ (ઓવલ B) |
Post Views: 0











