બોડેલીમાં ભાજપની કડક કાર્યવાહી: અપક્ષ ઉમેદવારી નોંધાવનાર હેમરાજસિંહ મહારાઉલ 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે..પક્ષના શિસ્તનો ભંગ કરનાર કાર્યકરો સામે ભારતીય જનતા પાર્ટીએ લાલ આંખ કરી છે.

બોડેલી તાલુકા પંચાયતની પાણેજ બેઠક પરથી હેમરાજસિંહ મહેન્દ્રસિંહ મહારાઉલજીએ ભાજપના અધિકૃત ઉમેદવાર સામે અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષના મોવડી મંડળ અને સંગઠન દ્વારા તેમને સમજાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.પરંતુ તેઓ પોતાની જીદ પર અડગ રહ્યા હતા.

પક્ષની શિસ્ત અને નિયમોને સર્વોપરી ગણીને,છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા તાત્કાલિક અસરથી નિર્ણય લેવામાં આવ્યો છે:

હેમરાજસિંહ મહારાઉલને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી તેમજ તમામ હોદ્દાઓ પરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આજથી તેઓ ભાજપના કોઈપણ કાર્યક્રમ કે પક્ષના પ્રતિનિધિ તરીકે ભાગ લઈ શકશે નહીં.

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને શિસ્ત સમિતિની સૂચના અનુસાર લેવાયેલા આ કડક નિર્ણયથી અન્ય બળવાખોર કાર્યકરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, પક્ષના શિસ્ત સામે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.

રીપોર્ટર : અંજુમ ખત્રી, છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE