ગુજરાતમાં આગામી ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી માટે અત્યંત કડક માપદંડો નક્કી કરીને રાજકીય વર્તુળોમાં સોપો પાડી દીધો છે. ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની તાજેતરની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયો સૂચવે છે કે પક્ષ હવે ‘નો રિપીટ થીયરી‘ અને ‘યુવા જોશ‘ ના મિશ્રણ સાથે મેદાનમાં ઉતરશે.
આ પણ વાંચો….
ક્રિકેટર ડેવિડ વોર્નરની સિડનીમાં ધરપકડ: ડ્રિંક-એન્ડ-ડ્રાઈવ કેસમાં ફસાયો ઓસ્ટ્રેલિયન દિગ્ગજ, મે મહિનામાં કોર્ટમાં થશે રજૂઆત
જો તમે પણ ભાજપની ટિકિટના દાવેદાર હોવ, તો આ ત્રણ મુખ્ય ફેરફારો ખાસ જાણી લેવા જેવા છે:
1. વય મર્યાદાનો કડક અમલ (60 વર્ષની મર્યાદા)
ભાજપે આ વખતે સંગઠન અને સરકારમાં ‘નવા લોહી’ને પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું છે.જે નેતાઓની ઉંમર 60 વર્ષથી વધુ છે.. તેમને આ વખતે ચૂંટણી લડવાની તક મળવાની શક્યતા નહિવત છે. આ નિર્ણયને કારણે દાયકાઓથી પક્ષમાં સક્રિય એવા અનેક સિનિયર નેતાઓના પત્તાં કપાઈ શકે છે.
2. સતત ત્રણ ટર્મથી વિજેતા નેતાઓની બાદબાકી
એન્ટી-ઈન્કમ્બન્સી (જનવિરોધ) રોકવા માટે હાઈકમાન્ડે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જે ઉમેદવારો સતત ત્રણ ટર્મથી ચૂંટણી જીતી રહ્યા છે. તેમને આ વખતે પડતા મૂકવામાં આવશે.પક્ષનું માનવું છે કે, નવા ચહેરાઓને તક આપવાથી મતદારોમાં ઉત્સાહ જળવાઈ રહે છે અને સંગઠન વધુ મજબૂત બને છે.
3. પરિવારવાદ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પરિવારવાદ મુક્ત રાજકારણ’ના અભિયાનને હવે પાયાના સ્તરે લાગુ કરવામાં આવ્યું છે. નવા નિયમ મુજબ:
-
સરકાર કે સંગઠનના ઉચ્ચ પદાધિકારીઓના પરિવારજનોને ટિકિટ આપવામાં આવશે નહીં.
-
આ નિર્ણયથી એવા મોટા નેતાઓને મોટો ફટકો પડ્યો છે જેઓ પોતાના પુત્રો કે સંબંધીઓને રાજકારણમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા હતા.ભાજપ હવે વ્યક્તિગત નેતાના બદલે ‘કાર્યકર્તા આધારિત પક્ષ‘ હોવાની છબી મજબૂત કરવા માંગે છે. સ્વચ્છ પ્રતિભા અને સંગઠન પ્રત્યેની વફાદારી ધરાવતા યુવા કાર્યકર્તાઓ માટે આ નિર્ણયો આશીર્વાદ સમાન સાબિત થશે. હવે જોવાનું એ રહેશે કે, આ પ્રયોગ આગામી ચૂંટણીમાં ભાજપને કેટલી મોટી જીત અપાવે છે!
Post Views: 46











