આજે એક સભ્યતાનો અંત આવશે…’,ઈરાન પર બોમ્બમારા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની ખતરનાક ચેતવણી

ઈરાન પર ચાલી રહેલા તાજા હુમલાઓ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર આક્રમક વલણ અપનાવતા મોટી ધમકી આપી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રૂથ’ પર લખ્યું છે કે, “આજે રાત્રે એક આખી સભ્યતા ખતમ થઈ જશે, જેને ક્યારેય પાછી લાવી શકાશે નહીં. હું નથી ઈચ્છતો કે આવું થાય, પણ કદાચ થઈ પણ જાય.”

ખાર્ગ આઈલેન્ડ સહિત અનેક સ્થળોએ ભારે બોમ્બમારો નોંધનીય છે કે, અમેરિકા અને ઈઝરાયલે મંગળવારે ઈરાનના ખાર્ગ આઈલેન્ડ સહિત અનેક મહત્વના સ્થળો પર જોરદાર બોમ્બમારો કર્યો છે. આ હુમલામાં ઈરાનના અનેક પુલ અને વ્યૂહાત્મક માળખાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.

ટ્રમ્પનું સોશિયલ મીડિયા પર નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા વધુમાં લખ્યું છે કે, “હવે જ્યારે આપણી પાસે સંપૂર્ણ બદલાયેલું શાસન છે, જે વધુ સમજદાર અને ઓછું કટ્ટરપંથી છે, તો કદાચ કંઈક ખૂબ જ શાનદાર બની શકે છે. કોને ખબર, આપણને આજે રાત્રે જ ખબર પડી જશે. આ દુનિયાના લાંબા અને મુશ્કેલ ઈતિહાસની સૌથી મહત્વની ક્ષણોમાંની એક છે. ૪૭ વર્ષની બળજબરીથી વસૂલાત, ભ્રષ્ટાચાર અને મોતનો આખરે અંત આવશે. ઈશ્વર ઈરાનના મહાન લોકો પર કૃપા કરે!”

યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થવાના સંકેત બીજી તરફ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે પણ યુદ્ધ વહેલું પૂરું થવાના સંકેતો આપ્યા છે. તેમણે જણાવ્યું કે, “રાષ્ટ્રપતિએ મને કહ્યું છે કે ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે. ઈરાન સાથે વાતચીતની આશા છે અને આજે રાત્રે ૮ વાગ્યા સુધીમાં ઈરાન તરફથી જવાબ મળી જશે.”

મધ્યસ્થી કરી રહેલા પાકિસ્તાનનું નિવેદન અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહેલા પાકિસ્તાને પણ મોટું નિવેદન આપ્યું છે. પાકિસ્તાને જણાવ્યું છે કે, ઈરાનના વલણમાં થોડી નરમાશ જોવા મળી રહી છે, પરંતુ તેની સામે ઈરાને કેટલીક શરતો પણ મૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE