કુતરાના કરડવાની ઘટના સામાન્ય લાગી શકે છે. પરંતુ જો સમયસર યોગ્ય પગલાં લેવામાં ન આવે, તો તે રેબીઝ (હડકવા) જેવી જીવલેણ બીમારીનું કારણ બની શકે છે. હડકવા એ એક ખતરનાક ચેપ છે જે કુતરાની લાળ દ્વારા શરીરમાં ફેલાય છે. તેથી, ગભરાવાને બદલે તાત્કાલિક યોગ્ય સારવાર કરવી જરૂરી છે. ઘણીવાર બેદરકારી નુકસાનકારક સાબિત થઈ શકે છે.
જો તમને પણ મૂંઝવણ હોય કે કુતરું કરડ્યા પછી શું કરવું, તો ડોક્ટરોની સલાહ મુજબ નીચેની બાબતોનું ધ્યાન રાખો:
કુતરું કરડ્યા પછીના તાત્કાલિક ઉપાયો (First Aid)
-
ઘાને તરત જ સાફ કરો: કુતરું કરડ્યા પછી સૌથી પહેલું અને મહત્વનું પગલું ઘાને સારી રીતે સાફ કરવાનું છે. અસરગ્રસ્ત ભાગને ઓછામાં ઓછી 10 મિનિટ સુધી વહેતા પાણી અને સાબુથી ધુવો. આનાથી બેક્ટેરિયા અને વાયરસ ઘણા ખરા અંશે દૂર થઈ જાય છે.
-
એન્ટીસેપ્ટિક લગાવો: ઘા ધોયા પછી તેના પર એન્ટીસેપ્ટિક ક્રીમ લગાવો. નિષ્ણાતો ઘા પર બેટાડીન અથવા અન્ય કોઈ એન્ટીસેપ્ટિક સોલ્યુશન લગાવવાની સલાહ આપે છે.` કારણ કે તે વાયરસને ફેલાતા અટકાવે છે.
-
લોહી રોકવા માટે: જો ઘામાંથી લોહી નીકળતું હોય, તો તેને સાફ કપડાં અથવા જંતુરહિત ગૉઝ (Gauze) વડે હળવું દબાણ આપીને સાફ કરો. સાફ કર્યા પછી બીજા સ્વચ્છ કપડાંનો ઉપયોગ કરો.
કુતરું કરડ્યા પછી દેખાતા ગંભીર લક્ષણો
જો તમને નીચે મુજબના લક્ષણો જણાય, તો સાવધ થઈ જવું:
-
ઘામાં વધુ પડતો સોજો અથવા અસહ્ય દુખાવો.
-
તાવ આવવો.
-
બળતરા અથવા ઝણઝણાટી અનુભવવી.
-
જે કુતરાએ કરડ્યું હોય તેના વર્તનમાં અસામાન્ય ફેરફાર.
આ ભૂલો કરવાનું ટાળો
-
ઘરેલું નુસ્ખા ન અજમાવો: ઘા પર હળદર, તેલ, માટી કે મરચું જેવી વસ્તુઓ ક્યારેય ન લગાવો. આનાથી ચેપ વધવાનું જોખમ રહે છે.
-
ડોક્ટરની સલાહ અચૂક લો: એકવાર ડોક્ટર પાસે જઈને ઘા બતાવો અને યોગ્ય સારવાર લો.
-
રસીકરણ: ડોક્ટર તમને એન્ટી-રેબીઝ વેક્સિન (Anti-Rabies Vaccine) લેવાની સલાહ આપશે. કેટલીકવાર દર્દીને ઈમ્યુનોગ્લોબ્યુલિન ઈન્જેક્શન પણ આપવામાં આવે છે. રસીનો આખો કોર્સ સમયસર પૂર્ણ કરવો અત્યંત જરૂરી છે.
Post Views: 46











