રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય એક્શનમાં: 29 ફરાર આરોપીઓ પર રોકડ ઈનામની જાહેરાત

રાજકોટ રેન્જના પાંચ જિલ્લાઓ…રાજકોટ ગ્રામ્ય, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરમાં હત્યા, લૂંટ, દુષ્કર્મ, અને ડ્રગ્સ (NDPS) જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા 29 આરોપીઓને પકડવા માટે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રોકડ ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. આ આરોપીઓ સામે કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યા હોવા છતાં તેઓ હજુ સુધી પોલીસ પકડમાં આવ્યા નથી.

જાહેર કરાયેલ ઈનામ અને ગુપ્તતાની ખાતરી

પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે કોઈ નાગરિક આ નાસતા-ફરતા આરોપીઓ વિશે સચોટ માહિતી આપશે. તેમને આરોપી દીઠ નક્કી કરેલ રોકડ ઈનામ આપવામાં આવશે. માહિતી આપનાર વ્યક્તિની ઓળખ અને નામ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. નાગરિકો આ અંગેની જાણ સીધી રેન્જ આઈજી કચેરી અથવા સંબંધિત પોલીસ સ્ટેશનમાં કરી શકશે.

મુખ્ય ફરાર આરોપીઓ અને જાહેર થયેલ ઈનામની વિગત

₹15,000 થી ₹20,000 નું ઈનામ

  • ફારૂક હબીબ જામ (માળિયા મિયાણા): હત્યા, રાયોટિંગ અને આર્મ્સ એક્ટના ગુનામાં ફરાર – ₹20,000

  • ભીખા ભૂરા કુના (મહારાષ્ટ્ર): NDPS અને દારૂના અનેક ગુનાઓમાં (સાયલા, ચોટીલા) ફરાર – ₹20,000

  • ભાવેશ વિઠ્ઠલદાસ દુધાત્રા (ગોંડલ): NDPS (નશીલા પદાર્થો) ના ગુનામાં ફરાર – ₹15,000

₹10,000 નું ઈનામ

  • અર્જુનસિંગ મોહન્તી (ઓરિસ્સા): ભાણવડ પોલીસ મથકના હત્યાના ગુનામાં ફરાર.

  • લખવિંદરસિંગ તોંડ (પંજાબ): ખંભાળીયામાં અપહરણ અને લૂંટના ગુનામાં ફરાર.

  • લાલજી કૈલાશ પંડયા (જામનગર): જામનગર બી-ડિવિઝનમાં હત્યાના ગુનામાં ફરાર.

  • રણજીતસિંહ ઉર્ફે રાણા અને સોનુસિંગ (પંજાબ): મોરબીમાં અપહરણ અને આર્મ્સ એક્ટના ગુનામાં ફરાર.

  • ગંગારામ ચતર (ઝારખંડ): હત્યાના ગુનામાં ફરાર.

  • મુકેશ ઉર્ફે ધોળયો (રાજસ્થાન): વિંચ્છિયા પોલીસ મથકના દારૂના ગુનામાં ફરાર.

  • અલી નથુ ડફેર (સુરેન્દ્રનગર): લખતર પોલીસ મથકના હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર.

₹5,000 થી ₹8,000 નું ઈનામ

  • રૂપેશકુમાર ઉર્ફે ટીનપાલ (બિહાર/રાજકોટ): ટંકારામાં લૂંટના ગુનામાં ફરાર – ₹8,000

  • વિવેક ઉર્ફે ટેલર (બિહાર/રાજકોટ): લોધિકામાં હત્યાના ગુનામાં ફરાર – ₹8,000

  • રોહન બચાવપ્રસાદ યાદવ (યુપી): વિરપુર હત્યા કેસમાં ફરાર – ₹8,000

  • મનુભા માનસિંહ ઝાલા (સુરેન્દ્રનગર): વઢવાણ હત્યા કેસમાં ફરાર – ₹8,000

  • અન્ય આરોપીઓ: ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના વિવિધ આરોપીઓ (આશુતોષ ત્રિપાઠી, આશુતોષ ચતુર્વેદી, મહેન્દ્ર તીવારી, કૈલાશ અજનાર વગેરે) જેઓ હત્યા, લૂંટ અને દુષ્કર્મના ગુનામાં ફરાર છે, તેમના પર ₹5,000 નું ઈનામ જાહેર કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE