મીડલ ઇસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલા વર્તમાન યુદ્ધ અને તણાવની સીધી અને ગંભીર અસર ગુજરાતના મોરબી સિરામિક ઉદ્યોગ પર પડી રહી છે. મોરબી જે વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સિરામિક ક્લસ્ટર છે.. તે હાલમાં ‘ડબલ માર’ સહન કરી રહ્યું છે.
મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ અને અન્ય દેશો વચ્ચે વધતા તણાવને કારણે મોરબીના 1200થી વધુ સિરામિક એકમો મુશ્કેલીમાં મુકાયા છે.ઈંધણના પુરવઠામાં વિક્ષેપ અને શિપિંગ ખર્ચમાં તોતિંગ વધારાને કારણે ઉત્પાદન બંધ કરવાની નોબત આવી શકે છે.
અસરના મુખ્ય ૪ કારણો:
1.ઈંધણની તીવ્ર અછત (પ્રોપેન અને નેચરલ ગેસ)
મોરબીનો ઉદ્યોગ મુખ્યત્વે પ્રોપેન અને નેચરલ ગેસ પર ચાલે છે.. જેનો મોટો હિસ્સો ગલ્ફ દેશો (કતાર, સાઉદી અરેબિયા, UAE) થી આવે છે.
હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz): યુદ્ધને કારણે આ દરિયાઈ માર્ગ બ્લોક થવાની ભીતિ છે. ભારતની ૯૦% LPG આયાત આ માર્ગે થાય છે.
માત્ર ૩ દિવસનો સ્ટોક: મોરબી સિરામિક એસોસિએશનના જણાવ્યા અનુસાર, ઘણા એકમો પાસે પ્રોપેનનો સ્ટોક માત્ર ૩-૪ દિવસ ચાલે એટલો જ બચ્યો છે. જો પુરવઠો નહીં મળે તો ભઠ્ઠીઓ (Kilns) ઠંડી પડી જશે..જે ટેકનિકલ રીતે મોટું નુકસાન છે.
2.શિપિંગ કોસ્ટ અને લોજિસ્ટિક્સમાં વધારો
નિકાસ માટે વપરાતા દરિયાઈ માર્ગો હવે જોખમી બન્યા છે.
કોન્ફ્લિક્ટ સરચાર્જ: શિપિંગ કંપનીઓએ કન્ટેનર દીઠ $2,000 (અંદાજે 1.65 લાખ રૂપિયા) સુધીનો વધારાનો સરચાર્જ લગાવી દીધો છે.
ભાડામાં ઉછાળો: યુરોપ અને અમેરિકા મોકલવામાં આવતા કન્ટેનરના ભાડામાં ૪૦-૫૦% નો વધારો થયો છે.
નિકાસના ઓર્ડરમાં ઘટાડો અને પેમેન્ટની અછત
ખલીજ દેશોમાં ડિમાન્ડ ઘટી: મોરબીની ટાઇલ્સનો મોટો હિસ્સો સાઉદી અરેબિયા, ઓમાન અને કુવૈત જેવા દેશોમાં જાય છે. યુદ્ધની સ્થિતિને કારણે ત્યાં બાંધકામ ક્ષેત્ર ધીમું પડ્યું છે. જેથી નવા ઓર્ડર મળતા બંધ થયા છે.
ફસાયેલું પેમેન્ટ: જે માલ ઓલરેડી મોકલાઈ ચૂક્યો છે. તેનું પેમેન્ટ પણ બેંકિંગ ચેનલોમાં અવરોધ આવવાને કારણે અટવાયું છે.
4 લાંબો રૂટ અને વીમા પ્રીમિયમ
તાજેતરના હુમલાઓને કારણે જહાજોએ લાલ સમુદ્ર (Red Sea) ને બદલે ‘કેપ ઓફ ગુડ હોપ’ (આફ્રિકા ફરીને) થઈને જવું પડે છે.
આનાથી મુસાફરીનો સમય 15 થી 20 દિવસ વધી ગયો છે.
વધતા જોખમને કારણે મેરીટાઈમ ઈન્સ્યોરન્સ (વીમા) ના દરો પણ વધી ગયા છે, જેની સીધી અસર ટાઇલ્સની પડતર કિંમત પર પડી રહી છે.
ઉદ્યોગપતિઓનો મત:
મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર, જો આગામી એક અઠવાડિયામાં સ્થિતિ નહીં સુધરે, તો મોટાભાગના કારખાનાઓએ ‘સ્વૈચ્છિક શટડાઉન‘ જાહેર કરવું પડશે. આ ઉદ્યોગ સાથે જોડાયેલા 9 લાખથી વધુ લોકોની રોજીરોટી પર તેની સીધી અસર પડી શકે છે.
Post Views: 0











