રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. બિહાર બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્ર બેઠકો માટે પોતાના 4 ઉમેદવારોના નામની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. ભાજપે આ વખતે અનુભવી નેતાઓ અને સંગઠનના પાયાના કાર્યકરો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.
ઉમેદવારોની યાદી: ભાજપે જે 4 ચહેરાઓને રાજ્યસભા મોકલવાનું નક્કી કર્યું છે તેમાં નીચેના નામો સામેલ છે:
-
રામદાસ આઠવલે: કેન્દ્રીય મંત્રી અને RPI (A) ના નેતા.
-
વિનોદ તાવડે: ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ મંત્રી.
-
માયા ચિંતામણ ઈવનાતે: સામાજિક કાર્યકર અને પૂર્વ નગરસેવિકા.
-
રામરાવ વાડકુટે: સંગઠનના મજબૂત નેતા.
-
રામદાસ આઠવલે: એનડીએના જૂના અને વિશ્વાસુ સાથી છે. તેઓ સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી તરીકે કાર્યરત છે અને હાલમાં પણ રાજ્યસભાના સભ્ય છે.
-
વિનોદ તાવડે: મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે અને હાલમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે.
-
માયા ઈવનાતે: તેઓ શિક્ષિકા અને સામાજિક કાર્યકર છે. આદિવાસી અને અનુસૂચિત જનજાતિના ઉત્થાન માટે તેમણે મોટું કામ કર્યું છે. તેઓ રાષ્ટ્રીય એસટી કમિશનના સભ્ય પણ રહી ચૂક્યા છે.
-
રામરાવ વાડકુટે: તેમની પ્રાદેશિક પકડ અને સંગઠનાત્મક અનુભવને ધ્યાનમાં રાખીને હાઈકમાન્ડે તેમને રાજ્યસભાની ટિકિટ આપી છે.
ચૂંટણી કાર્યક્રમ: રાજ્યસભાની આ ચૂંટણી માટે 5 માર્ચ નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે..જ્યારે મતોની ગણતરી 16 માર્ચ ના રોજ કરવામાં આવશે.મહારાષ્ટ્રમાં આ બેઠકો પર જીત મેળવવા માટે તમામ રાજકીય પક્ષોએ પોતાની રણનીતિ ઘડી કાઢી છે.
Post Views: 0











