અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS) ની રાજકોટમાં બેઠકયોજાઈ

સિનિયર પત્રકાર શહેર પ્રમુખ મેરૂભા મોયા,જિલ્લા પ્રભારી દિનેશ જાવિયાના આહવાન પર બહોળી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા
સીનીયર પત્રકાર રાજકુમાર હિંગોળની સૌરાષ્ટ્ર – કચ્છ ઝોનના પ્રભારી તરીકે વરણી
પ્રેસ, પોલીસ અને પોલીટીશ્યન વચ્ચે સંવાદ અને સહકાર મજબુત બનાવાશે પત્રકારોની સુરક્ષા, સલામતી અને ગૌરવ જળવાય તે માટે સંગઠન પ્રતિબધ્ધ છે: જીગ્નેશ કાલાવડીયા

ભારતના સૌથી મોટા પત્રકાર સંગઠન ‘અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી’ (ABPSS) ની એક અગત્યની બેઠક રાજકોટના સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. રાજકોટ શહેર પ્રમુખ મેરૂભા મોયા અને જિલ્લા પ્રભારી દિનેશ જાવિયાના આહવાન પર આ બેઠકમાં મોટી સંખ્યામાં દરેક ક્ષેત્રના સિનિયર પત્રકારો હાજર રહ્યા હતા. શહેર પ્રમુખ મેરૂભા મોયા એ પત્રકારોની સુરક્ષાને લઈને સંગઠન સક્રિય કામગીરી કરશે તેવી જાહેરાત કરી હતી અને પ્રિન્ટ,ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાના પત્રકારોનો સમાવેશ કરીને સભ્ય નોંધણી બાદ ટૂંક સમયમાં શહેર કારોબારીની રચના કરવાની જાહેરાત કરી હતી.પ્રમુખ મેરૂભા મોયા એ આ તકે ખાસ જણાવ્યું હતું કે માત્ર નિષ્ઠાવાન અને પૂર્ણ કાલીન પત્રકારો નો જ સંગઠનના સમાવેશ કરવામાં આવશે.

ABPSS “પીળા પત્રકારત્વ” ને જરા પણ પ્રોત્સાહન આપશે નહીં. સંગઠનના વિસ્તાર અને પત્રકારોના હિતને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ABPSS ના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવડીયા દ્વારા છેલ્લા ત્રણ દાયકાથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય, અનેક ન્યૂઝ પેપર-મેગેઝીનના માલિક, તંત્રી અને એક્ટીવીસ્ટ એવા સીનીયર પત્રકાર રાજકુમાર હિંગોળની ગુજરાત પ્રદેશ ABPSS ના કાર્યકારી અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના પ્રભારી પદે વરણી કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને ઉપસ્થિત તમામ પત્રકારોએ હર્ષભેર વધાવી લીધી હતી.

હાલની પરિસ્થિતિમાં પ્રેસ, પોલીસ અને પોલીટીશ્યન વચ્ચે સંવાદ અને સહકાર બાબતે જે ચિંતા ઉત્પન્ન થઈ રહી છે, ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી સંકલન મજબૂત કરવામાં આવશે.” વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પત્રકારોના હિત, સુરક્ષા અને સલામતી માટે સંગઠનને વધુ મજબૂત કરવા પર પ્રાથમિકતા આપવામાં આવશે. પત્રકારો કોઈપણ ડર વિના નિર્ભીકપણે પોતાનું કામ કરી શકે અને તેમની સામે થતા ખોટા આક્ષેપો સામે મજબૂત લડાઈ લડી શકાય તે માટે સંગઠન સતત કાર્યરત રહેશે.
આ પ્રસંગે ABPSS ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજકોટના પનોતાપુત્ર જીગ્નેશ કાલાવડીયાએ પત્રકારોની એકતા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “પત્રકારોની સુરક્ષા, સલામતી અને ગૌરવ જળવાય તે માટે અમારું સંગઠન પ્રતિબધ્ધ છે.જો પત્રકારો એકજૂથ નહીં હોય તો આજના સમયમાં સમાજના પ્રશ્નોને ઉજાગર કરવા કે તેને ઉકેલવા સક્ષમ નહીં રહી શકાય. એકલ-દોકલ પત્રકારને નિશાન બનાવી તેમની સામે કરવામાં આવતી ફરિયાદો અને આક્ષેપોની “સત્યતા તપાસી” સંગઠન કડક કાર્યવાહી કરશે અને પત્રકારોનું હિત સચવાય તે દિશામાં સક્રિય પ્રયાસો કરશે.
રાજકોટ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી,આ બેઠકમાં મુખ્યત્વે જિજ્ઞેશભાઈ કાલાવડિયા, સિનિયર પત્રકાર મેરૂભા મોયા, દિનેશ જાવિયા, કિશન વેકરીયા મિલનભાઈ ત્રિવેદી, અતુલભાઇ સુરાણી, અશ્વિનભાઈ વશિષ્ઠ, ધીરેન મકવાણા, રાજુ બગડાઈ, રાજકુમાર હિંગોળ, કિરીટભાઇ પટેલ, વિનય પરમાર ગિરીશભાઈ ભરડા, તુષાર પરીખ, રાજુભાઈ રાવલ, હિતેષ રાઠોડ, દર્શિત ગાંગડિયા, કિર્તીભાઇ કંસારા, ઈશ્વરભાઈ મકવાણા,મુસ્તાક મોમ, યોગેશભાઈ પીઠડીયા,નવઘણભાઈ ગમારા, દિલીપભાઈ ગમારા, દિલીપસિંહ વાઘેલા, આબીદભાઈ, પરાગ ડોબરીયા, અકબર કાંડિયા, રાજવીર સોલંકી અને અભય પંડ્યા સહિતના અનેક પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE