બાંગ્લાદેશમાં ચૂંટણી પૂર્વે હલચલ: જમાત-એ-ઈસ્લામીના વડાએ ખોલ્યા પત્તા, ભારત અંગે આપ્યું મોટું નિવેદન.

બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામીના વડા શફીકુર રહેમાને મતદાન પહેલા એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.રહેમાને જણાવ્યું હતું કે, જો તેમનો પક્ષ આગામી ચૂંટણીઓ જીતશે અને સત્તામાં આવશે.. તો તેઓ ભારત સાથે મજબૂત, આદરપૂર્ણ અને પરસ્પર ફાયદાકારક સંબંધો સ્થાપિત કરવા માટે સક્રિયપણે પ્રયાસ કરશે. તેમણે સામાન્ય ચૂંટણીઓ પહેલા ઢાકામાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું.

‘ભારત સાથેના સંબંધો અમારી પ્રાથમિકતા’

શફીકુર રહેમાને રાષ્ટ્રીય એકતા, બધા નાગરિકો માટે સમાન અધિકારો અને પડોશી દેશો, ખાસ કરીને ભારત સાથે રચનાત્મક અને સકારાત્મક સંબંધો પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, “અમે વિશ્વભરના અમારા પડોશીઓ અને મૈત્રીપૂર્ણ રાષ્ટ્રો સાથે મજબૂત અને સકારાત્મક સંબંધો વિકસાવવા માંગીએ છીએ.ભારત અમારો સૌથી નજીકનો પાડોશી છે અને હંમેશા અમારી પ્રાથમિકતા રહેશે.અમારો ઉદ્દેશ્ય સંઘર્ષ પેદા કરવાનો નથી..પરંતુ વિકાસ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભાગીદારી બનાવવાનો છે. આ માટે પરસ્પર આદર અને વિશ્વાસ જરૂરી છે.”

“બધા બાંગ્લાદેશી નાગરિકો”

લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓ વિશે ઉઠાવવામાં આવેલી ચિંતાઓ અંગે, રહેમાને સ્પષ્ટતા કરી કે તેમનો પક્ષ કોઈપણ ભેદભાવને સમર્થન આપતો નથી.તેમણે કહ્યું, “કોઈનો ધર્મ ગમે તે હોય, બધા બાંગ્લાદેશી નાગરિક છે.મારા દેશમાં કોઈ બીજા વર્ગના નાગરિક નથી.હું કોઈને લઘુમતી માનતો નથી.આપણે બધા બાંગ્લાદેશી છીએ..અને દરેક વ્યક્તિ પ્રથમ વર્ગના નાગરિક છે.બહુમતી અને લઘુમતી પર આધારિત વિભાજનને આપણે બિલકુલ સ્વીકારતા નથી.”

“આપણે પહેલા બાંગ્લાદેશી છીએ”

રહેમાને ભાર મૂક્યો કે દેશની પ્રગતિ સાચા સમાવેશ પર આધારિત છે.સમાવેશ વિના, આપણે એક રાષ્ટ્ર તરીકે પ્રગતિ કરી શકતા નથી. સમાવેશનો અર્થ લોકોને વિભાજીત કરવાનો નથી..પરંતુ એ સમજવું કે આપણે બધા પહેલા બાંગ્લાદેશી છીએ. હિન્દુઓ બાંગ્લાદેશમાં સૌથી મોટો ધાર્મિક લઘુમતી જૂથ છે.. જે કુલ વસ્તીના આશરે 8 ટકા છે.

જમાત BNP સાથે સ્પર્ધા

રહેમાનના આ નિવેદનોને ચૂંટણી પહેલાના રાજકીય વાતાવરણમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.સંસદીય ચૂંટણીઓ બાંગ્લાદેશ માટે ખાસ મહત્વ ધરાવે છે કારણ કે તે 2024 ના હિંસક વિદ્યાર્થી વિરોધ પછીની પ્રથમ સામાન્ય ચૂંટણીઓ છે. જેના કારણે શેખ હસીનાને દેશ છોડવાની ફરજ પડી હતી.જમાત-એ-ઇસ્લામી 11-પક્ષીય ગઠબંધનનું નેતૃત્વ કરી રહી છે અને બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષ (BNP) ગઠબંધન માટે મુખ્ય પડકાર તરીકે ઉભરી આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE