ચારણ ગઢવી સમાજ દ્વારા ચારણ જગદંબા આઈશ્રી નાગબાઈમાઁનો ભાવ વંદના કાર્યક્રમ યોજાશે

જામનગર રોડ પર આવેલ માધાપર ગામ ખાતે આશરે સાડા પાંચસો વર્ષ પૌરાણીક આઈશ્રી નાગબાઈ માનો વિસામો તથા ડોડીયા રાજપુતોના સુરાપુરા ગાંડુભા દાદાના સાનિધ્યમાં ચારણ ગઢવી સમાજ ધ્વારા અષાઢી બીજ નિમીતે ચારણ જગદંબા આઈશ્રી નાગબાઈ માને ભાવ વંદનાનો કાર્યક્રમ તા. 7ને રવીવારના રોજ રાખવામાં આવેલ છે. આ ભાવ વંદના કાર્યક્રમમાં સંતવાણીના આરાધક શક્તિદાનભાઈ ગઢવી તથા પ્રખર લોક સાહીત્યકાર ગોવીંદભા પાલીયા લોક ગાયક ભકિતદાન ગઢવી તથા લોક ગાયક બહેન ઈન્દુબેન ગઢવી ધ્વારા આઈમાના ભેળયા ચરજ રજુ કરશે તથા મોગલધામ આજીડેમ ખાતેથી પરતપુજય આઈશ્રી લક્ષ્મીઆઈ પધારશે આ કાર્યક્રમ 7-7-2024 ના રવીવારે રાત્રે 9 કલાકે રાખેલ છે.

આ શોભાયાત્રા સવારે 9 વાગ્યાથી કિશાનપરા ચોક થી પ્રસ્થાન થઈ રાજકોટ શહેરમાં માના ભાવિક ભકતજનો પદયાત્રા ધ્વારા રાજકોટ શહેરમાં ફરીને બપોરના વિરામ બાદ ત્રણ વાગ્યે રેસકોર્ષ મેદાનથી શરૂ થઈને રૈયારોડ થી 150 ફુટ રોડ પરથી માધાપર ચોકડીથી માધાપર ગામ પહોંચશે.આઈશ્રી નાગબાઈ માના સ્થાન કે સાંજે 6 વાગ્યે પહોંચશે રસ્તામાં સોભાયાત્રાનું સ્વાગત રૈયારોડ પર ન્યુ એરા સ્કુલ પાસે કારડીયા રાજપુત સમાજના પ્રવિણસિંહ ચાવડા, દિલીપસિહં ચાવડા તથા ભાવીક ભકતજનો ધ્વારા ફુલહાર થી આઈમાનું સ્વાગત કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે કિરીટભાઇ ડોડીયા, પ્રકાશભાઇ કવલ, ભૂપત દાન ગઢવી, જસૂભાઈ ગઢવી, મુકેશભાઈ ગઢવી, સુરેશભાઈ મોલિયા, અજયભાઈ મોલિયા, દિનેશભાઈ ઢોલરિયા, મુકેશભાઈ ઝાલાવાડીયા, બચુભાઈ મોલિયા વિગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE