પૂર્વ કેન્દ્રિય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરિયા દ્વારા 133મી વાર રકતદાન

તાજેતર માં ઇન્ડિયન મેડિકલ એશોસીએશન રાજકોટ અને પી.ડી.યુ. મેડીકલ કોલેજ રાજકોટ દ્વારા વિશ્વ રક્તદાતા દિવસ નિમિતે પી.ડી.યુ. મેડીકલ કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં સેવા, તબીબ, રાજકીય ક્ષેત્રે નામના ધરાવનાર પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા એ 133 મી વખત બ્લડ ડોનેટ કરી યુવાનો, બાળકો અને સર્વ સમાજ માટે ઉદાહરણ રૂપ બન્યા છે. આ પ્રસંગે ડો. વલ્લભભાઈ કથીરિયા સાથે તેમના પુત્ર ડો.આત્મન કથીરિયા એ 20 મી વખત અને તેમના પુત્રવધુ ડો. ઘટના કથીરિયા એ પણ પ્રથમ વખત બ્લડ ડોનેટ કરી કથીરિયા પરિવારે સામુદાયિક સેવા પ્રત્યેના તેમના સમર્પણમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ ઉજવણી કરી હતી. કથીરિયા પરિવાર એ સમાજ માટે સેવાનું અનુકરણીય ધોરણ સ્થાપિત કર્યું છે. ડો. વલ્લભભાઈ કથીરિયાના ધર્મ પત્નિ શ્રીમતી કાંતાબેન કથીરિયા પણ વર્ષોથી બ્લડ ડોનેટ કરી રહયા છે. તેઓ અત્યાર સુધીમાં 50 થી પણ વધુ વખત રક્તદાન કરી ચૂક્યા છે. તેમના નિર્જળા એકાદશી વ્રતના કારણે આ વખતે પરિવાર સાથે બ્લડ ડોનેશન કરી શક્યા ન હોતા.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE