શ્રીનાથધામ હવેલીનાં સંસ્થાપક, વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજી મહોદયની નિશ્રામાં યોજાશે વિવિધ મનોરથના કાર્યક્રમો

તા.24 થી તા.6 જુલાઈ દરમ્યાન સવારે 7 થી 7.30 તથા રાત્રે 9.30 થી 10 હરિનામ સંકીર્તન, શ્રીકૃષ્ણધ્યાન પૂજયશ્રીના આશીર્વાદ સવારે 11 થી 12 તથા સાંજે 7 થી 8 દરમ્યાન મેળવી શકાશે

રાજકોટમાં વીવાયઓ શ્રીનાથધામ હવેલી, નાનામવા રોડ ખાતે તા.24 જૂનથી 6 જુલાઈ દરમ્યાન વૈષ્ણવાચાર્ય પૂજય શ્રી વ્રજરાજકુમારજી મહોદયની મંગલ ઉપસ્થિતિમાં શ્રીનાથધામ હવેલી ખાતે 3 જુલાઈ (બુધવાર)ના સવારે 9.30 કલાકે પૂજયશ્રી દ્વારા ઠાકોરજી પુષ્ટીકરણ કરવામાં આવશે. 24 જૂનથી 6 જુલાઈ દરમ્યાન રાજકોટ ખાતે દરરોજ પૂજય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના સ્વમુખેથી સવારે 7 થી 7.30 અને રાત્રે 9.30 થી 10 કલાક હરિનામ સંકીર્તન અને શ્રી કૃષ્ણધ્યાન કરાવવામાં આવશે.તેમજ પૂજયશ્રી દ્વારા દરરોજ મંગળા દર્શનમાં શ્રી ગીરીરાજજી પ્રભુને દુગ્ધાભિષેક કરવામાં આવશે. આ દિવસો અંતર્ગત પૂજયશ્રીને મળવા એવમ આશીર્વાદ મેળવવાનો સમય રાજભોગ દર્શન આરતી પછી સવારે 11 થી 12 અને શયન દર્શન આરતી પછી સાંજે 7 થી 8 કલાક, સત્સંગ અને પધરામણીનો અનેરો લાભ શહેરીજનોને પ્રાપ્ત થશે. 21 જુલાઈ (રવિવાર)ના રોજ સવારે ગુરૂપૂર્ણિમાના શુભ દિવસે પૂજયશ્રી દ્વારા શ્રી ઠાકોરજી સમક્ષ બ્રહ્મસંબંધ દીક્ષા આપવામાં આવશે. વધુ વિગત માટે 72269 97664 નંબર પર સપંર્ક કરવા જણાવાયું છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE