સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં GCAS પોર્ટલનું ABVP દ્વારા સુત્રોચ્ચાર સાથે કરાયું દહન

ક્ષતિગ્રસ્ત પોર્ટલના પગલે અનેક વિદ્યાર્થીઓ હજુ પ્રવેશથી વંચિત : દેકારો મચ્યો, તત્કાલ પગલા લેવાની માંગ સાથે રજીસ્ટ્રારને અપાયુ આવેદન

સૌરાષ્ટ્ર યુનિ.માં જીસીએએસ પોર્ટલના મુદે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ધમાલ બોલાવી પુતળા દહન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં આ આંદોલનાત્મક કાર્યક્રમમાં વિદ્યાર્થી પરિષદના કાર્યકરોની સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. અહી એ ઉલ્લેખનીય છે કે રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ વખતથી કોલેજો અને વિશ્વવિદ્યાલયોમાં પીજીના પ્રવેશ માટે વિદ્યાર્થીઓ માટે કેન્દ્રીય કૃત પ્રવેશ પદ્ધતિ દાખલ કરી છે. આ માટે જીસીએએસ પોર્ટલ મારફતે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યા છે. પરંતુ જીસીએએસ પોર્ટલમાં અનેક ક્ષતિઓ રહેલી હોય અનેક વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરાવવા છતા હજુ પ્રવેશ મળ્યો નથી. જેના પગલે વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ ફાટી નિકળ્યો છે. જયારે ખાનગી યુનિ.ઓ ફુલ થઈ જવા પામી છે. આ મામલે સરકારની નીતિ-રીતિ સામે અનેક પ્રશ્ર્નો ઉપસ્થિત થવા પામેલ છે ત્યારે આ બાબતે તત્કાલ પગલા લેવામાં આવે તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદેદારોએ માંગણી ઉઠાવી હતી. આ મામલે યુનિ.ના રજીસ્ટ્રારને આવેદનપત્ર પાઠવી સૂત્રોચ્ચાર કરવામાં આવેલ હતા.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE