ભારત અને ગુયાના વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોમાં બીજી એક મહત્વપૂર્ણ કડી ઉમેરવામાં આવી રહી છે..દક્ષિણ અમેરિકન દેશ ગુયાનાના ઉપરાષ્ટ્રપતિ ડૉ.ભરત જગદેવ શનિવારે સવારે અયોધ્યા પહોંચ્યા..તેમનું ખાનગી વિમાન સવારે 9:40 વાગ્યે વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યું.એરપોર્ટ પર ઔપચારિક સ્વાગત બાદ, ઉપરાષ્ટ્રપતિ રોડ માર્ગે સીધા રામ મંદિર સંકુલ તરફ રવાના થયા. તેઓ સવારે 11:15 વાગ્યે રામ મંદિર સંકુલ પહોંચ્યા.જયાં તેઓએ રામ લલ્લાના દર્શન કર્યા હતા..સાથો સાથ મંદિર નિર્માણ કાર્યનું પણ નિરીક્ષણ કર્યુ હતુ…
મુલાકાત દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. વહીવટી અધિકારીઓ અને મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિઓ તેમને બાંધકામની પ્રગતિ અને ભાવિ યોજનાઓ વિશે માહિતી આપી હતી…
ભારતની મુલાકાતે આવેલા ડૉ. ભરત જગદેવે નવી દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 માં ભાગ લીધો હતો. ભારતમાં આગમન થતાં, ડૉ. જગદેવનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ડૉ. ભરત જગદેવની મુલાકાતને દક્ષિણ અમેરિકા ખંડમાં સ્થિત ગુયાના અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં એક સકારાત્મક પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે.
ડૉ..ભરત જગદેવનો જન્મ 23 જાન્યુઆરી, 1964 ના રોજ થયો હતો.વર્ષ 2020 થી ડૉ. ભરત જગદેવ રાષ્ટ્રપતિ ઇરફાન અલીના વહીવટ હેઠળ ગુયાનાના ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી છે. આ પહેલા ડૉ.જગદેવે 1997 થી 1999 સુધી જેનેટ જગનના રાષ્ટ્રપતિ પદ દરમિયાન આ પદ સંભાળ્યું હતું…જગદેવે 11 ઓગસ્ટ 1999 થી 3 ડિસેમ્બર 2011 સુધી ગુયાનાના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.સ્વાસ્થ્ય કારણોસર જેનેટ જગન રાજીનામું આપ્યા બાદ તેઓ 1999 માં રાષ્ટ્રપતિ બન્યા હતા.
પીપલ્સ પ્રોગ્રેસિવ પાર્ટી/સિવિક (PPP/C) ના સભ્ય જગદેવે 1995 થી 1999 સુધી નાણામંત્રી તરીકે પણ સેવા આપી હતી. ત્યારબાદ તેમણે 2001 અને 2006 માં ચૂંટણી જીતી હતી.ડૉ. જગદેવ ગુયાનાના પ્રથમ અને સૌથી નાના રાષ્ટ્રપતિ હતા.. જેમણે ગુયાનાના બંધારણમાં હસ્તાક્ષરિત કાર્યકાળ મર્યાદા અનુસાર રાજીનામું આપ્યું હતું.
Post Views: 0











