ગુંજ્યું માતૃભાષાનું ગૌરવ: શ્રી ગાયત્રી વિદ્યામંદિર લીહોડામાં ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ભવ્ય ઉજવણી.

વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે શ્રી ગાયત્રી વિદ્યામંદિર મુ-લીહોડા તા-દહેગામ ખાતે ગુજરાતી ભાષાના લેખિકા મિત્તલબેન પટેલનુ વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.શાળાના આચાર્યશ્રી બેચરભાઈ ચૌધરીએ મહેમાનનુ પુષ્પ અને પુસ્તકથી સ્વાગત કર્યું હતું.

વક્તા મિત્તલબેન પટેલે માતૃભાષા શિક્ષણ તેમજ શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાનું મહત્વ સમજાવતા ગુજરાતી ભાષાના વિવિધ સાહિત્યકારો વિશે વાત કરી ગુજરાતી ભાષાના કેટલાક ભૂલાયેલા શબ્દો અને તે સાથે જોડાયેલી ગુજરાતની સાંસ્કૃતિક પરંપરા વિશે વાત કરી હતી, તેમજ વિધાર્થીઓને વિશ્વ માતૃભાષા દિવસનો ઈતિહાસ, ગુજરાતી ભાષાની વતૅમાન સમયમાં અવદશા અને  ભવિષ્યમાં ગુજરાતી ભાષા સાથે જોડાયેલી કારકિર્દીની તકો  વિશે  વિધાર્થીઓને સમજૂતી આપી હતી.

શાળાના વિદ્યાર્થીઓએ પણ ગુજરાતી ભાષાના વિવિધ સાહિત્યકારો અને કૃતિઓ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શાળાના શિક્ષિકા કૌશિકાબેન  દ્રારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE