વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે ગુજરાતમાં આત્મહત્યાના વધતા બનાવો ફરી ચિંતાનો વિષય બન્યા છે. NCRBના આંકડા મુજબ રાજ્યમાં દર વર્ષે સરેરાશ 9 હજાર લોકો આત્મહત્યા કરે છે, એટલે કે રોજના આશરે 24થી 25 બનાવ નોંધાય છે.
આર્થિક અને સામાજિક મુશ્કેલીઓ પણ કારણ
બેરોજગારી, આર્થિક તંગી, દેવું, પારિવારિક સમસ્યાઓ, ગંભીર બીમારી અને માનસિક તણાવ જેવી પરિસ્થિતિઓ વ્યક્તિને જોખમ તરફ ધકેલી શકે છે. સંશોધન મુજબ રોજમદાર શ્રમિકોનો હિસ્સો પણ નોંધપાત્ર છે.
‘ધારણાઓ બદલવી’ આ વર્ષની થીમ
આ વર્ષે આત્મહત્યા અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા અને સંકટમાં રહેલા લોકો સાથે સંવેદનશીલતાથી વાત કરવા પર ભાર મૂકાયો છે. કોઈ વ્યક્તિ પોતાની મુશ્કેલી વ્યક્ત કરે ત્યારે તેની વાત સાંભળવી, તેને એકલા ન પાડવો અને જરૂર પડે ત્યારે નિષ્ણાતની મદદ અપાવવી મહત્વપૂર્ણ છે.
સમયસર મદદ જીવન બચાવી શકે
પરિવાર, મિત્રો અને સમાજ દ્વારા મુશ્કેલીમાં રહેલી વ્યક્તિને ભાવનાત્મક સહારો આપવો જરૂરી છે. આત્મહત્યાના વિચારો વ્યક્ત કરનાર વ્યક્તિને ગંભીરતાથી લઈને તાત્કાલિક વિશ્વાસુ વ્યક્તિ અથવા માનસિક આરોગ્ય નિષ્ણાતનો સંપર્ક કરાવવો જોઈએ. સમયસર સહાય અને યોગ્ય સારવારથી પરિસ્થિતિમાં સુધારો શક્ય છે.
Post Views: 13










