અમદાવાદ: મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ઉદવાડા-પારડી વચ્ચે રેલવે ટ્રેકની બાજુની માટી ધસી પડતાં અમદાવાદ-મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. સુરક્ષાના પગલે ત્રણ ટ્રેનોને ગંતવ્ય પહેલાં જ શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.
રેલવે અનુસાર કર્ણાવતી એક્સપ્રેસ વલસાડ સુધી, ડબલ ડેકર એક્સપ્રેસ નવસારી સુધી અને સયાજીનગરી એક્સપ્રેસ સુરત સુધી જ દોડાવવામાં આવી હતી.
ટ્રેક પર સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રેલવે તંત્રએ સ્થિતિ સામાન્ય થતાં ટ્રેન સેવા વહેલી તકે પૂર્વવત્ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Post Views: 0










