દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: વલસાડમાં 6 કલાકમાં 6 ઇંચ વરસાદ, રેડ એલર્ટ

વલસાડ: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ યથાવત છે. માત્ર 6 કલાકમાં વલસાડમાં 6 ઇંચ તથા પલસાણા, પારડી અને ઉમરગામમાં 5-5 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે.

સુરતમાં ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે, જ્યારે વલસાડના વિલ્સન હિલ માર્ગ પર ભૂસ્ખલન નોંધાયું છે. અંભેટી નજીક પાણીમાં ફસાયેલી બસમાંથી 16 મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

હવામાન વિભાગે વલસાડ સહિત પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરી આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE