સુરેન્દ્રનગર પોલીસનો મોટો ઘા: 48 કલાકમાં 10 ગુનાઓ ઉકેલી 12 ગેરકાયદેસર હથિયારો સાથે 10 આરોપીઓ ઝડપાયા

સુરેન્દ્રનગર: જિલ્લા પોલીસે ગેરકાયદેસર હથિયારો સામે વિશેષ ઝુંબેશ ચલાવી છેલ્લા 48 કલાકમાં Arms Act હેઠળના 10 ગુનાઓનો ભેદ ઉકેલી 12 ગેરકાયદેસર હથિયારો, 28 કારતૂસ સહિત રૂ. 1.35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાર્યવાહી દરમિયાન 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

એસપી પ્રેમસુખ ડેલુ (IPS)ના માર્ગદર્શન હેઠળ LCB, SOG અને પેરોલ ફર્લો સ્ક્વોડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી થાનગઢ, જોરાવરનગર, ચુડા, ધજાળા, આનંદપુર અને ધ્રાંગધ્રા સહિતના વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા.

તપાસમાં કેટલાક હથિયારો બહારના રાજ્યોમાંથી લાવવામાં આવતા અને કેટલાક સ્થાનિક સ્તરે તૈયાર થતા હોવાનું સામે આવ્યું છે. તમામ આરોપીઓ સામે Arms Act હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE