સુખસર પોલીસ મથકે ઈદ-ઉલ-અઝહા નિમિત્તે શાંતિ સમિતિની બેઠક..હિન્દુ-મુસ્લિમ સમાજે પરસ્પર સૌહાર્દ અને એકતાના સંદેશ સાથે તહેવાર ઉજવવાની ભાવના વ્યક્ત કરી

સુખસર ખાતે આગામી તા. 28 મે 2026 ના રોજ ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) ના તહેવારને ધ્યાનમાં રાખીને સુખસર પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠક સુખસર પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.એમ. રાઠોડ તથા પીએસઆઈની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠક દરમિયાન બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તે માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા સમાજના આગેવાનોને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પૂરેપૂરો સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :

સુખસર તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો: ભરત ડિંડોર પ્રમુખ અને મંજુલાબેન ગરાસીયા બન્યા ઉપપ્રમુખ

આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ તથા સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામે પરસ્પર સૌહાર્દ અને એકતાના સંદેશ સાથે તહેવાર ઉજવવાની ભાવના વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે, ગત વર્ષોમાં પણ સુખસર વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ સમાજે એકબીજાના તહેવારો નિમિત્તે ભાઈચારાનું વાતાવરણ જાળવી રાખી એકતાના ઉત્તમ ઉદાહરણો પૂરા પાડ્યા છે.

રિપોર્ટર : યાસીર ગુડાલા, દાહોદ

Leave a Comment

READ MORE

READ MORE