પાલીતાણાની પવિત્ર શેત્રુંજી નદીમાં દારૂની બોટલ સાથેનો વીડિયો વાયરલ, જૈન સમાજમાં રોષ

પાલીતાણા ખાતે આવેલી પવિત્ર શેત્રુંજી નદીમાં કેટલાક યુવકો વિદેશી દારૂની બોટલો સાથે જોવા મળતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે. વાયરલ વીડિયોને લઈને જૈન સમાજ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

જૈન સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે, પવિત્ર ગણાતી શેત્રુંજી નદીમાં આ પ્રકારની હરકતો ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારી છે. વીડિયો સામે આવતા સમાજના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અને સોશિયલ મીડિયામાં પણ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

માહિતી મુજબ, નદીમાં નાહવા માટે આવેલા કેટલાક યુવકો દ્વારા દારૂની બોટલો સાથે વીડિયો બનાવવામાં આવ્યો હતો.જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે, આ વીડિયો ક્યારનો છે તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ગઈકાલે પણ કેટલાક લોકોએ દારૂની બોટલો સાથે આવેદન આપી વિસ્તારમાં દારૂના વધતા પ્રવેશ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો.

હાલ જૈન સમાજે પોલીસ તંત્ર પાસે સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Leave a Comment

READ MORE

READ MORE