અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જુલાઈ 2023માં સર્જાયેલા ગમખ્વાર અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા છે. આ અંગે તેના વકીલ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. હાલ આ કેસની ટ્રાયલ કોર્ટમાં નિયમિત રીતે સુનાવણી અને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2023 દરમિયાન અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં તથ્ય પટેલે ઝડપી ગતિએ દોડતી જગુઆર કારથી અનેક લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ 9 લોકોના મોત નિપજ્યા હતા.જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા.
આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ભારે રોષ ફેલાયો હતો અને બેદરકારીપૂર્વક વાહન હંકારવાના મુદ્દે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. કેસમાં પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હવે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયમિત જામીન મંજૂર થતાં કેસ ફરી ચર્ચામાં આવ્યો છે.
હાલ ટ્રાયલ કોર્ટમાં કેસની સુનાવણી ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ કાનૂની પ્રક્રિયા આગળ વધશે.
Post Views: 30










