રાજકોટ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખના હોદ્દાગ્રહણ બાદ જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ પ્રમુખના પુત્રનો કથિત ઓડિયો વાયરલ થતાં વિવાદ ઊભો થયો છે, જેમાં અર્જુન ખાટરીયાના નામે સોશિયલ મીડિયા પોસ્ટ મામલે ધમકી આપવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે.
આ સમગ્ર મામલા વચ્ચે હવે અર્જુન ખાટરીયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને લોકોમાં ચર્ચા સાથે પ્રશંસાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે ભાજપનો ખેસ જમીન પર પડેલો નજરે પડે છે. આ દરમિયાન અર્જુન ખાટરીયા ખેસને સન્માનપૂર્વક જમીન પરથી ઉઠાવી પોતાના ગળે ધારણ કરતા જોવા મળે છે.
વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ ઘટનાને પક્ષ પ્રત્યેના સન્માન અને સંસ્કાર સાથે જોડીને વખાણ કર્યા છે. જોકે બીજી તરફ ઓડિયો વિવાદને લઈને રાજકીય માહોલ હજુ પણ ગરમાયો છે.
હાલ સોશિયલ મીડિયામાં વીડિયો અને ઓડિયો બંને મુદ્દાઓને લઈને ચર્ચાઓ તેજ બની છે.
Post Views: 36










