રાજકોટ : રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા એક માર્ગ અકસ્માત કેસમાં રાજકોટની અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપતા આરોપી કાર ચાલકને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ ૨૦૨૫ દરમિયાન એક કાર ચાલકે એક્ટિવા પર જઈ રહેલા આધેડ વ્યક્તિને અડફેટે લીધાની ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે આજીડેમ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૨૮૧, ૧૨૫-A, ૧૨૫-B તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૮૪, ૧૩૪ અને ૧૭૭ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને બાદમાં ચાર્જશીટ અદાલતમાં રજૂ કરી હતી.
આ કેસ રાજકોટના થર્ડ એડિશનલ સિવિલ જજની અદાલતમાં ચાલી આવ્યો હતો. આરોપી કાર ચાલક તરફેથી જાણીતા વકીલ એડવોકેટ ઉદયદાન ગઢવી હાજર રહ્યા હતા. બચાવ પક્ષ તરફથી અદાલતમાં દલીલ કરવામાં આવી હતી કે પ્રોસિક્યુશન આરોપી વિરુદ્ધનો ગુનો બિયોન્ડ રીઝનેબલ ડાઉટ સાબિત કરવામાં નિષ્ફળ ગયું છે.
બચાવ પક્ષે વધુમાં રજૂઆત કરી હતી કે ઘટનાસ્થળના પંચો, સાક્ષીઓના નિવેદનો તથા કેસના રેકોર્ડ પર રહેલા પુરાવાઓ પરથી આરોપીની સીધ
Post Views: 0











