પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા અને ધારાસભ્ય શુભેન્દુ અધિકારીના અંગત મદદનીશ ચંદ્રનાથ રથની હત્યાને લઈને રાજકીય ગરમાવો વ્યાપી ગયો.ભાજપના નેતાઓએ આ હત્યા પાછળ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીનો હાથ હોવાનો સીધો આરોપ લગાવ્યો છે.ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આનંદ બેનર્જીએ આને સુનિયોજિત ગુંડાગીરી ગણાવતા કહ્યું કે, 2021ની ચૂંટણી પછી પણ તેમના અનેક કાર્યકરોની હત્યા કરવામાં આવી છે.. જે હવે સહન કરવામાં આવશે નહીં. ભાજપ નેતા અર્જુન સિંહે દાવો કર્યો હતો કે, અભિષેક બેનર્જીએ જ આ હત્યા કરાવી છે. જેથી તેઓ વિપક્ષ પર પોતાનો દબદબો સાબિત કરી શકે. અન્ય નેતા કૌસ્તવ બાગચીએ આને મમતા અને અભિષેક બેનર્જીનું ષડયંત્ર ગણાવી ચેતવણી આપી હતી કે, જ્યાં સુધી ગુનેગારો નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે નહીં. ધારાસભ્ય અગ્નિમિત્રા પોલે આ ઘટનાને ભવાનીપુરમાં મમતા બેનર્જીની હાર સાથે જોડીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો…
રિયાન પરાગ પછી હવે યુઝવેન્દ્ર ચહલનો ઈ-સિગારેટ ‘કાંડ’ વાયરલ, ફ્લાઈટમાં વેપિંગને લઈને મચ્યો હોબાળો
બીજી તરફ, આ મામલે પોલીસ એક્શનમાં આવી છે.પશ્ચિમ બંગાળના DGP સિદ્ધ નાથ ગુપ્તાએ જણાવ્યું કે, મધ્યમગ્રામના દોહરિયા વિસ્તારમાં બાઈક સવાર હુમલાખોરોએ ચંદ્રનાથ રથ પર નજીકથી ગોળીબાર કર્યો હતો.પોલીસે તપાસ દરમિયાન એક શંકાસ્પદ ચાર પૈડાવાળી ગાડી જપ્ત કરી છે. જેના પર નકલી નંબર પ્લેટ હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાસ્થળેથી જીવતા કારતુસ અને ખાલી ખોખા મળી આવ્યા છે. હાલમાં પોલીસ સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના આધારે તપાસ કરી રહી છે.જોકે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ભાજપે સ્પષ્ટ કર્યું છે કે જો જરૂર પડશે તો તેઓ ન્યાય માટે રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે.
Post Views: 0











