શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 114 પોઈન્ટ તૂટીને બંધ, નિફ્ટીમાં સામાન્ય ઘટાડો; જાણો ટોપ લૂઝર સ્ટોક્સ

ઘરેલું શેરબજારમાં ગુરુવારે અત્યંત ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. જેમાં શરૂઆતી તેજી બાદ રોકાણકારોની સાવચેતી વધતા સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા હતા. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા થઈ રહેલી સતત વેચવાલી અને વૈશ્વિક સ્તરે વધતા ભૌગોલિક રાજકીય તણાવને કારણે બજારમાં નકારાત્મક અસર જોવા મળી હતી.દિવસના અંતે BSEનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 114 પોઈન્ટના ઘટાડા સાથે 77,844.52 પર બંધ રહ્યો હતો.જ્યારે NSEનો નિફ્ટી પણ 4.30 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે 24,326.65 પર સ્થિર થયો હતો…અગાઉના સત્રમાં 1.2 ટકાથી વધુની તેજી નોંધાયા બાદ, ગુરુવારે રોકાણકારોએ નફો વસૂલ કરવાનું પસંદ કર્યું હતું.જેનાથી બજાર પર દબાણ વધ્યું હતું.

આ પણ વાંચો…

નોરા ફતેહીએ ‘સરકે ચુનર’ વિવાદ પર આપી સ્પષ્ટતા, માંગી માફી; કહ્યું- ‘કોઈને ઠેસ પહોંચાડવાનો મારો ઈરાદો નહોતો’

શેરબજારમાં ટોપ લૂઝર સ્ટોક્સની વાત કરીએ તો, સેન્સેક્સમાં સામેલ કંપનીઓમાં હિન્દુસ્તાન યુનિલિવર, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ટેક મહિન્દ્રા, ટાઇટન, સન ફાર્મા અને ITCમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. તેની સામે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, NTPC, કોટક મહિન્દ્રા બેંક અને ટાટા સ્ટીલના શેર તેજી સાથે બંધ થયા હતા. બજારના નિષ્ણાતો માને છે કે અમેરિકાના શાંતિ પ્રસ્તાવ પર ઈરાનની પ્રતિક્રિયાની રાહ જોઈ રહેલા રોકાણકારોને કારણે બજાર મોટે ભાગે સપાટ રહ્યું હતું.નિષ્ણાત ગૌરવ ગર્ગના જણાવ્યા મુજબ, FIIની સતત નિકાસી અને નબળા વૈશ્વિક સંકેતોએ રોકાણકારોના જોખમ લેવાની ક્ષમતાને અસર કરી છે.

બીજી તરફ, કરન્સી માર્કેટમાં રૂપિયો શરૂઆતી નબળાઈ બાદ રિકવર થઈને અમેરિકી ડોલર સામે 23 પૈસા મજબૂત બની 94.26 પર બંધ રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ અને યુએસ ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો થવાને કારણે રૂપિયાને ટેકો મળ્યો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની વધતી આશાઓને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરની નીચે સરકી ગયા છે. જે ભારતીય અર્થતંત્ર માટે રાહતના સમાચાર છે. દિવસ દરમિયાન ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી. જ્યાં રૂપિયો 94.90ની નીચી સપાટી અને 94.08ની ઊંચી સપાટી વચ્ચે ટ્રેડ થયા બાદ મજબૂતી સાથે બંધ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE