ભારતની 16મી વસ્તી ગણતરીને લઈને ઉત્તર પ્રદેશમાં કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. UPમાં આ વસ્તી ગણતરી બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે..જે અંતર્ગત પ્રથમ તબક્કાની શરૂઆત આગામી 22 મેથી થશે.
બે તબક્કામાં વસ્તી ગણતરીનું આયોજન
વસ્તી ગણતરીના નિયામક અને મુખ્ય વસ્તી ગણતરી અધિકારી આઈએએસ (IAS) શીતલ વર્માએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે:
-
પ્રથમ તબક્કો: 22 મે થી 20 જૂન 2026 સુધી ચાલશે. જેમાં મકાનોનું સૂચિકરણ અને ગણતરી કરવામાં આવશે.
-
બીજો તબક્કો: ફેબ્રુઆરી 2027માં યોજાશે..જેમાં વસ્તીની ગણતરી (વ્યક્તિગત ડેટા) કરવામાં આવશે.
મોબાઈલ એપ દ્વારા ડેટા કલેક્શન
પ્રથમ તબક્કા દરમિયાન ગણતરી એજન્ટો ઘરે-ઘરે જઈને મકાનની સ્થિતિ, પરિવારને મળતી સુવિધાઓ અને મિલકતોની વિગતો મોબાઈલ એપ દ્વારા એકત્રિત કરશે..આ પ્રક્રિયા માટે રાજ્યમાં કુલ 5.25 લાખ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.જેમાં જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને હજારો ટ્રેનર્સનો સમાવેશ થાય છે.
આઝાદી પછી પ્રથમવાર ‘જાતિગત વસ્તી ગણતરી’
આ વસ્તી ગણતરીની સૌથી મહત્વની બાબત એ છે કે આ વખતે જાતિગત વસ્તી ગણતરી (Caste Census) પણ કરવામાં આવશે.
-
જાતિગત ગણતરી બીજા તબક્કામાં (ફેબ્રુઆરી 2027) હાથ ધરવામાં આવશે.
-
આઝાદી પછી ભારતમાં પ્રથમ વખત જાતિના આધારે ડેટા એકત્રિત કરવામાં આવશે.
-
જોકે, જાતિગત ગણતરી માટેની SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) હજુ તૈયાર કરવાની બાકી છે, જે કેન્દ્ર સરકારની નીતિ મુજબ નક્કી કરવામાં આવશે.
મહત્વના મુદ્દાઓ:
-
પ્રથમ ફેઝ: હાઉસ હોલ્ડ લેવલ ડેટા કલેક્શન (મકાન અને સુવિધાઓની વિગત).
-
બીજો ફેઝ: વ્યક્તિગત ડેટા કલેક્શન અને જાતિગત વસ્તી ગણતરી.
-
વહીવટી માળખું: 18 મંડળ કમિશનર, 75 જિલ્લા મેજિસ્ટ્રેટ અને 5 લાખથી વધુ સુપરવાઈઝર-પ્રગણકો ફરજ બજાવશે.
Post Views: 33










