400 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ સુપરફ્લોપ: લોકોએ ઉડાવી મજાક તો ડાયરેક્ટરનું દર્દ છલકાયું, કહ્યું- ‘ખૂબ હર્ટ થાય છે’

છેલ્લા કેટલાક વર્ષોમાં દર્શકોએ સાબિત કરી દીધું છે કે તેમને માત્ર ‘સ્ટાર પાવર’થી કોઈ મતલબ નથી..તેમને સારું કન્ટેન્ટ જોઈએ છે.બોક્સ ઓફિસ પર જ્યાં નવા કલાકારોની ફિલ્મો કમાલ કરી રહી છે..ત્યાં મોટા સ્ટાર્સની ફિલ્મોને દર્શકો નકારી રહ્યા છે.આવું જ કંઈક સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ સાથે થયું છે.

પાન ઈન્ડિયા સ્ટાર પણ ફિલ્મ ન બચાવી શક્યા

આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલી પ્રભાસ સ્ટારર ફિલ્મ ધ રાજા સાબ (The Raja Saab) બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે બોલિવૂડના ખલનાયક સંજય દત્ત પણ મહત્વની ભૂમિકામાં હતા..તેમ છતાં ફિલ્મ દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી. રિલીઝના બે દિવસમાં જ શો ખાલી જવા લાગ્યા અને નેગેટિવ રિવ્યુની અસર તેના બિઝનેસ પર સ્પષ્ટ જોવા મળી.

આ પણ વાંચો…

અમેરિકાના ટેક્સાસમાં ભયાનક વિમાન દુર્ઘટના: ખેલાડીઓને લઈ જતું પ્લેન ક્રેશ, 5 લોકોના કરુણ મોત

 

ડાયરેક્ટર મારુતિનો ફૂટ્યો ગુસ્સો

હોરર-કોમેડી શૈલીની આ ફિલ્મને લઈને તેના નિર્દેશક મારુતિ દસારી ખૂબ જ ઉત્સાહિત હતા. રિલીઝ પહેલા તેમણે દાવો કર્યો હતો કે, આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે. પરંતુ પરિણામ તેનાથી તદ્દન વિપરીત આવ્યું. સોશિયલ મીડિયા પર ફિલ્મની મજાક ઉડતા ડાયરેક્ટરે પોતાની નિરાશા વ્યક્ત કરતા કહ્યું:

“જ્યારે તમારી મહેનત સોશિયલ મીડિયા પર માત્ર મજાક બનીને રહી જાય છે, ત્યારે ખૂબ જ દુઃખ (Hurt) થાય છે. દર્શકો જે 3 કલાકની ફિલ્મ સ્ક્રીન પર જુએ છે. તેની પાછળ ઓછામાં ઓછા 3 વર્ષની મહેનત હોય છે. જ્યારે કામનો સ્વીકાર કરવાને બદલે તેની મજાક ઉડાવાય છે.. ત્યારે ખૂબ પીડા થાય છે.”

દર્શકો પર ફોડ્યું નિષ્ફળતાનું ઠીકરું?

મારુતિએ પોતાની ફિલ્મનો બચાવ કરતા એમ પણ કહ્યું કે, દર્શકો કદાચ ફિલ્મના નેરેટિવની ઊંડાઈને સમજી શક્યા નથી. તેમણે જણાવ્યું કે લોકો હળવા મનોરંજનની અપેક્ષા રાખતા હતા..જ્યારે ફિલ્મમાં કંઈક અલગ હતું.

આંકડાકીય વિગત: મેકર્સને મોટું નુકસાન

  • રિલીઝ ડેટ: 9 જાન્યુઆરી, 2026

  • ફિલ્મનું બજેટ: અંદાજે 400 કરોડ રૂપિયા

  • બોક્સ ઓફિસ કલેક્શન: માત્ર 208 કરોડ રૂપિયા

  • કલાકારો: પ્રભાસ, સંજય દત્ત, માલવિકા મોહનન, નિધિ અગ્રવાલ.

400 કરોડના જંગી બજેટ સામે ફિલ્મ અડધું કલેક્શન પણ ન કરી શકી, જેના કારણે નિર્માતાઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE