આજથી જેઠ મહિનાનો પ્રારંભ: શુભ ફળ મેળવવા માટે અચૂક કરો આ ખાસ ઉપાયો

હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષનો ત્રીજો મહિનો એટલે કે જેઠ (જ્યેષ્ઠ) મહિનાની શરૂઆત આજથી, 2 મે 2026, શનિવારથી થઈ રહી છે…આ મહિનો 29 જૂન 2026 સોમવારના રોજ પૂર્ણ થશે.વિશેષ વાત એ છે કે, આ વર્ષે જેઠ મહિનામાં અધિકમાસ હોવાથી આ મહિનો બે મહિના જેટલો એટલે કે કુલ 59 દિવસનો રહેશે…જેઠ મહિનામાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે શાસ્ત્રોમાં કેટલાક ખાસ ઉપાયો બતાવવામાં આવ્યા છે.

સૂર્ય, વિષ્ણુ અને હનુમાનજીની પૂજાનું મહત્વ

જ્યેષ્ઠ મહિનો મુખ્યત્વે સૂર્યદેવને સમર્પિત છે…આ મહિનામાં ભગવાન વિષ્ણુ, સૂર્યનારાયણ અને હનુમાનજીની આરાધનાનું વિશેષ ફળ મળે છે. આ મહિનામાં આવતા મંગળવારને મોટા મંગળવાર’ (બડા મંગલ) તરીકે ઉજવવામાં આવે છે.

ભગવાન વિષ્ણુની પૂજા (પુરુષોત્તમ માસ)

આ વર્ષે જેઠ મહિનામાં અધિકમાસ હોવાથી તેને ‘પુરુષોત્તમ માસ’ પણ કહેવામાં આવશે.

  • ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરવો.

  • ભક્ત ભગવાન વિષ્ણુની મૂર્તિને જળમાં રાખીને પૂજા કરી શકે છે..જેને ‘જલસ્થ વિષ્ણુ પૂજા’ કહેવાય છે.

સૂર્યદેવની ઉપાસના

જેઠ મહિનામાં અસહ્ય ગરમી હોય છે..તેથી સૂર્યદેવની ઉપાસના અત્યંત ફળદાયી માનવામાં આવે છે…દરરોજ તાંબાના લોટાથી સૂર્યદેવને અર્ધ્ય આપવો.’ૐ સૂર્યાય નમઃ’ અને ‘ૐ ઘૃણિ સૂર્યાય નમઃ’ મંત્રના જાપ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

હનુમાનજીની વિશેષ કૃપા

ધાર્મિક માન્યતા મુજબ, જેઠ મહિનાના મંગળવારે જ ભગવાન રામ અને હનુમાનજીની પ્રથમ મુલાકાત થઈ હતી..તેથી આ મહિનાના મંગળવારનું મહત્વ વધી જાય છે…જેઠ મહિનાના દરેક મંગળવારે હનુમાન ચાલીસા અને સુંદકાંડના પાઠ કરવા અત્યંત શુભ ગણાય છે..આ મહિનામાં આવતા મંગળવારને ‘બુઢવા મંગળ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

મુખ્ય વિગતો:

  • પ્રારંભ: 2 મે 2026, શનિવાર.

  • સમાપ્તિ: 29 જૂન 2026, સોમવાર.

  • કુલ દિવસો: 59 દિવસ (અધિકમાસને કારણે).

ખાસ ઉપાય: જળનું દાન અને અન્નદાન આ મહિનામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.

Leave a Comment

READ MORE

READ MORE