“ટેકનોલોજીનો ખોટો ઉપયોગ: જાણો કેમ પલંગ પર લેપટોપ રાખવું તમારા મશીન અને સ્વાસ્થ્ય બંને માટે જોખમી છે.”

જો તમે પણ આરામથી બેડ પર સૂતા-સૂતા લેપટોપનો ઉપયોગ કરો છો, તો સાવધ થઈ જવાની જરૂર છે…તમારી આ આદત તમારા ડિવાઇસને અતિશય ગરમ (Overheat) કરી શકે છે…અને આગ લાગવા જેવી મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. આ સાથે જ લેપટોપની પરફોર્મન્સ સ્લો થવી અને બેટરી ખરાબ થવાનું જોખમ પણ વધી જાય છે.તેથી સમય રહેતા આ ભૂલોને સમજવી ખૂબ જ જરૂરી છે.

ગરમી બહાર નીકળવાનો માર્ગ બંધ થઈ જાય છે લેપટોપને ઠંડુ રાખવા માટે અંદર અને બહાર હવાની અવરજવર થવી જરૂરી છે.પરંતુ જ્યારે તમે તેને બિસ્તર પર રાખો છો.. ત્યારે આ સિસ્ટમ બગડી જાય છે અને ઠંડી હવા અંદર જઈ શકતી નથી…આના કારણે અંદરની ગરમી બહાર નીકળવાને બદલે અંદર જ જમા થવા લાગે છે.

આગ લાગવાનું જોખમ જ્યારે લેપટોપ સતત ગરમ થતું રહે છે.ત્યારે તે સ્થિતિ ખતરનાક બની શકે છે. વધુ પડતી હીટ જમા થવાથી ડિવાઇસમાં આગ લાગવા સુધીનું જોખમ ઊભું થઈ શકે છે, તેથી લાંબા સમય સુધી બેડ પર રાખીને લેપટોપ વાપરવું અત્યંત જોખમી છે.

મધરબોર્ડ પર અસર ઓવરહીટિંગની અસર માત્ર બહાર સુધી સીમિત નથી રહેતી, પરંતુ લેપટોપના અંદરના મહત્વના ભાગો જેવા કે મધરબોર્ડ પર પણ પડે છે.અતિશય ગરમીના કારણે આ કમ્પોનન્ટ્સ ધીમે-ધીમે ખરાબ થવા લાગે છે અને તમારા ડિવાઇસનું આયુષ્ય ઘટી જાય છે.

ચાર્જિંગની ખોટી પદ્ધતિ ઘણા લોકો લેપટોપને લાંબા સમય સુધી ચાર્જિંગ પર લગાવી રાખે છે.જે એક મોટી ભૂલ છે.આનાથી બેટરી જલ્દી ખરાબ થાય છે અને ઓવરહીટિંગનું જોખમ પણ વધી જાય છે.શ્રેષ્ઠ એ જ છે કે, બેટરી 80% સુધી ચાર્જ થઈ જાય એટલે ચાર્જર હટાવી લેવું જોઈએ.

વાચકો માટે ખાસ નોંધ”

ઘણીવાર રાત્રે ફોન કે લેપટોપ ગાદલા પાસે રાખીને ચાર્જ કરતા હોય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.

  1. ચાર્જરને ક્યારેય ગાદલા કે ઓશિકા નીચે ન રાખો.

  2. ચાર્જિંગ હંમેશા લાકડાના ટેબલ કે ટાઇલ્સ જેવી સખત સપાટી પર કરો.

  3. ઓરિજિનલ ચાર્જરનો જ આગ્રહ રાખો, કારણ કે ડુપ્લિકેટ ચાર્જરમાં ગરમી નિયંત્રિત કરવા માટેની ‘કટ-ઓફ’ સર્કિટ હોતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE