Mercedes-Benz CLA EV: સ્ટાઈલિશ લુક અને પાવરફુલ રેન્જ સાથે લોન્ચ

મર્સિડીઝ-બેન્ઝે તેની લોકપ્રિય લક્ઝરી સેડાન CLAનું નવું ઇલેક્ટ્રિક વર્ઝન રજૂ કર્યું છે…આ કારમાં આધુનિક ટેકનોલોજીની સાથે જબરદસ્ત પરફોર્મન્સ જોવા મળશે.

Mercedes CLA 250+ લોન્ચ એડિશનની ખાસિયતો:

  • એક્સટિરિયર: આ સ્પેશિયલ એડિશનમાં ‘મેટ બ્લેક’ કલરનો પ્રીમિયમ શેડ અને આકર્ષક 19 ઇંચના મોટા એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.

  • ઈન્ટિરિયર: કારની અંદર મર્સિડીઝની પ્રખ્યાત સુપરસ્ક્રીન સામેલ કરવામાં આવી છે. જે ડેશબોર્ડને હાઈ-ટેક લુક આપે છે.

  • પ્રીમિયમ ટચ: તેમાં ઇલ્યુમિનેટેડ ડોર સિલ્સ (પ્રકાશિત થતી પટ્ટીઓ), એડિશન-સ્પેસિફિક એમ્બિયન્ટ લાઇટિંગ અને પ્રીમિયમ લેધર અપહોલ્સ્ટ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :

વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની મીટિંગ વચ્ચે ફ્લોર પર સૂઈ ગયેલું આ બાળક કોણ છે? જાણો તેની અદ્ભુત કહાની

 

પાવર અને પરફોર્મન્સ (બે વેરિએન્ટ):

ફીચર્સ

CLA EV 200 (બેઝ વેરિએન્ટ)

CLA 250+ (લોન્ગ રેન્જ)

બેટરી પેક

58 kWh

85 kWh

રેન્જ (WLTP)

542 કિલોમીટર

792 કિલોમીટર

પાવર

224 hp

272 bhp

ટોર્ક

335 Nm

335 Nm

0 થી 100 kmph

7.5 સેકન્ડ

6.7 સેકન્ડ

નોંધ: બંને વેરિએન્ટમાં વધુ સારી એફિશિયન્સી માટે ટૂ-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.

ઝડપી ચાર્જિંગ અને ભારતીય રસ્તાઓ માટે ફેરફાર:

  • સુપર ફાસ્ટ ચાર્જિંગ: 800V ઇલેક્ટ્રિકલ આર્કિટેક્ચરને કારણે આ કાર 320 kW સુધીનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે, માત્ર 10 મિનિટના ચાર્જિંગ પર આ કાર 300 કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે.

  • ભારત માટે ખાસ: ભારતીય રસ્તાઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને મર્સિડીઝે આ મોડલમાં ગ્રાઉન્ડ ક્લિયરન્સ (જમીનથી ઊંચાઈ) વધાર્યું છે અને સસ્પેન્શન સેટઅપમાં પણ જરૂરી ફેરફારો કર્યા છે. જેથી ઉબડ-ખાબડ રસ્તાઓ પર પણ આરામદાયક મુસાફરી મળી રહે.

Leave a Comment

READ MORE

READ MORE