રાજ્યભરમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મહાપર્વ સમાન મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યની કુલ 9,263 બેઠકો પર આજે 25,537 ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેંસલો થશે. ઉલ્લેખનીય છે કે,ચૂંટણી પૂર્વે જ 736 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. જ્યારે બાકીની બેઠકો માટે આજે સવારથી જ મતદાન મથકો પર મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ
રાજ્યના કુલ 4,08,16,713 મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવશે. આ માટે સમગ્ર રાજ્યમાં 48,450 મતદાન મથકોતૈયાર કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયાને સુચારુ બનાવવા માટે 2,64,715 પોલિંગ સ્ટાફને તૈનાત કરવામાં આવ્યો છે. ટેકનિકલ વ્યવસ્થાની વાત કરીએ તો, કુલ 1,22,951 BU (બેલટ યુનિટ) અને 1,08,188 CU (કંટ્રોલ યુનિટ) મશીનો કાર્યરત છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા
ચૂંટણી દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રાજ્યના14,275 મતદાન મથકો સંવેદનશીલ અને 2,196 મથકો અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં વિશેષ દેખરેખ રાખવામાં આવશે. સુરક્ષા માટે 92,583 પોલીસ કર્મચારીઓ, 59,525 હોમગાર્ડ અને જી.આર.ડી. જવાનો ખડેપગે છે. આ ઉપરાંત 41,383 વધારાના જવાનોની ફોર્સ પણ વિવિધ સ્થળોએ ડિપ્લોય કરવામાં આવી છે.
Post Views: 27










