અચાનક મહેનત વગર કરોડો કમાવવાનું સપનું, મનમાં અજીબ ભ્રમ અને નિર્ણયો લેવામાં સતત મૂંઝવણ – જ્યોતિષશાસ્ત્ર મુજબ આ સંકેતો તમારી કુંડળીમાં રાહુના પ્રભાવ તરફ ઈશારો કરી શકે છે. છાયા ગ્રહ રાહુને જ્યોતિષમાં પાપ ગ્રહ માનવામાં આવે છે.જેની અસર વ્યક્તિની વિચારસરણી, વર્તન અને જીવનની દિશા પર ઊંડી પડે છે.
રાહુ જીવનમાં શું અસર કરે છે?
જ્યોતિષશાસ્ત્ર મુજબ નવ ગ્રહો સમયાંતરે જાતકના જીવન પર અસર કરે છે. રાહુ અને કેતુ છાયા ગ્રહ છે. જે ખાસ કરીને ભ્રમ, લાલચ અને અચાનક ફેરફારો માટે જવાબદાર ગણાય છે.રાહુની ચાલ વક્રી હોય છે અને તેને તામસિક પ્રવૃત્તિનો ગ્રહ કહેવામાં આવે છે.
શુભ અને અશુભ રાહુના સંકેતો
શુભ રાહુના સંકેતો |
અશુભ રાહુના સંકેતો |
વ્યક્તિ નીડર અને આત્મવિશ્વાસુ બને છે. |
મહેનત વગર તરત જ અમીર બનવાની ઈચ્છા. |
અચાનક ધન લાભ અને પ્રસિદ્ધિ મળે છે. |
મનમાં ભ્રમ અને અસ્થિરતા રહે છે. |
ઓછા પ્રયત્ને મોટી સફળતા મળે છે. |
તણાવ, ડરામણા સપના અને ચિંતા. |
જીવનમાં સતત પ્રગતિ થાય છે. |
બનતા કામ બગડવા અને ખોટા નિર્ણયો લેવા. |
રાહુ ખરાબ હોવાના મુખ્ય લક્ષણો
-
પેટ અને માથાને લગતી સમસ્યાઓ.
-
સંબંધોમાં ખટાશ અને વિખવાદ.
-
વધુ પડતો ગુસ્સો અને કડવું વર્તન.
-
ખોટી સંગત અને વ્યસન તરફ ઝુકાવ.
-
અચાનક આર્થિક નુકસાન અને બદનામીનો સામનો.
રાહુ દોષ નિવારણ અને મજબૂતીના ઉપાયો
જો રાહુ અશુભ ફળ આપી રહ્યો હોય તો આ સરળ ઉપાયો કરી શકાય છે:
-
પૂજા-પાઠ: માતા સરસ્વતીની પૂજા કરો. શિવપુરાણ, શિવ સહસ્ત્રનામ અથવા હનુમાન સહસ્ત્રનામનો પાઠ કરવો શ્રેષ્ઠ છે.
-
દાન: અમાસના દિવસે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો. ગરીબોને પગરખાં કે વાદળી વસ્ત્રોનું દાન કરો.
-
જીવનશૈલી: વાદળી રંગના કપડાં પહેરવા શુભ છે.દારૂ અને માંસાહારથી દૂર રહો. શરીરમાં પાણીની ઉણપ ન થવા દો.
-
મંત્ર: રાહુના પ્રભાવને શાંત કરવા આ મંત્રનો જાપ કરો:
ॐ भ्रां भ्रीं भ्रौं सः राहवे नमः
જો તમારા મનમાં અચાનક ઝડપથી અમીર બનવાની તીવ્ર ઈચ્છા, ભ્રમ અથવા અસ્થિરતા વધી રહી હોય, તો તેને અવગણશો નહીં. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાહુના પ્રભાવનો સંકેત હોઈ શકે છે. યોગ્ય ઉપાયો અપનાવીને જીવનમાં સંતુલન અને સ્થિરતા પાછી લાવી શકાય છે.
Post Views: 58











