સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જો DNA તપાસ દ્વારા સાબિત થઈ જાય કે કોઈ વ્યક્તિ બાળકનો જૈવિક પિતા (Biological father) નથી. તો તેને બાળકના પાલન-પોષણ માટે ભરણપોષણ આપવા માટે મજબૂર કરી શકાય નહીં. ભલે તે બાળકનો જન્મ લગ્ન ગાળા દરમિયાન જ કેમ ન થયો હોય.
શું છે સમગ્ર મામલો?
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્ચે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.કોર્ટ એક મહિલાની અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં તેણે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો.
કોર્ટના મહત્વના અવલોકનો:
-
વૈજ્ઞાનિક પુરાવાનું મહત્વ: જો DNA ટેસ્ટ દ્વારા પિતૃત્વ નકારવામાં આવે, તો ભરણપોષણનો આદેશ આપી શકાય નહીં.
-
કાયદો vs વિજ્ઞાન: વૈજ્ઞાનિક પુરાવા (DNA) ને કાયદાકીય અનુમાન (Presumption) કરતા વધુ મહત્વ આપવામાં આવશે.
-
સ્વૈચ્છિક સંમતિ: જે તે વ્યક્તિએ પોતે ટેસ્ટ માટે સંમતિ આપી હતી અને રિપોર્ટ પર કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. તેથી તેને સ્વીકારવો અનિવાર્ય છે.
જૂના કેસોનો સંદર્ભ
અદાલતે આ ચુકાદો આપતી વખતે અગાઉના મહત્વના કેસોને પણ ટાંક્યા હતા:
-
અપર્ણા અજિંક્ય ફિરોદિયા વિરુદ્ધ અજિંક્ય અરુણ ફિરોદિયા
-
ઈવાન રતિનમ વિરુદ્ધ મિલાન જોસેફ
-
નંદલાલ બડવાઈક વિરુદ્ધ લતા બડવાઈક
કોર્ટે નોંધ્યું કે સામાન્ય રીતે DNA ટેસ્ટનો આદેશ ખૂબ જ સાવધાનીપૂર્વક આપવો જોઈએ. પરંતુ આ કિસ્સામાં ટેસ્ટ પહેલેથી જ થઈ ગયો હતો અને રિપોર્ટને પડકારવામાં આવ્યો ન હતો. તેથી તેને અંતિમ માનવામાં આવ્યો છે.
Post Views: 0











