લેબનોનમાં રુવાડાં ઊભા કરી દે તેવી ઘટના: ઇઝરાયલી એરસ્ટ્રાઈકમાં મહિલા પત્રકાર અમલ ખલીલનું કરુણ મોત

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગમાં વધુ એક મીડિયાકર્મીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.દક્ષિણ લેબનોનના અલ-તિરી ગામમાં ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી રહેલા જાણીતા મહિલા પત્રકાર અમલ ખલીલ (Amal Khalil) નું ઇઝરાયલી એરસ્ટ્રાઈકમાં નિધન થયું છે..આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પત્રકારોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

ઘટનાની વિગતો: 6 કલાકના રેસ્ક્યુ બાદ મળ્યો મૃતદેહ

અમલ ખલીલ અને તેમના સાથીદાર ઝીનબ ફરાજ પર હુમલો ત્યારે થયો જ્યારે તેઓ સુરક્ષા માટે એક ઘરમાં આશ્રય લઈ રહ્યા હતા.

  • હુમલાનો ક્રમ: પ્રથમ હુમલો તેમની કાર પાસે થયો હતો.જેમાં બે લોકોના મોત થયા હતા. ત્યારબાદ અમલ જે ઘરમાં છુપાયા હતા..તેના પર જ સીધો બોમ્બમારો કરવામાં આવ્યો હતો.

  • રેસ્ક્યુ ઓપરેશન: કાટમાળ નીચે દટાઈ જવાને કારણે રેડ ક્રોસ અને લેબનીઝ આર્મીએ સતત 6 કલાક સુધી બચાવ કામગીરી કરી હતી. જે બાદ અમલનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

  • કારકિર્દી: અમલ ખલીલ વર્ષ 2006થી પ્રતિષ્ઠિત અખબાર ‘અલ-અખબાર’ માટે કાર્યરત હતા અને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં નીડરતાથી રિપોર્ટિંગ માટે જાણીતા હતા.

લેબનોનનો આક્રોશ: ‘આ પત્રકારત્વ પર હુમલો અને યુદ્ધ અપરાધ છે’

લેબનોનના વડાપ્રધાન નવાફ સલામે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. તેમણે જણાવ્યું કે,”નિર્દોષ પત્રકારોને નિશાન બનાવવા તે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું સરેઆમ ઉલ્લંઘન છે અને આ એક વોર ક્રાઈમ (War Crime) છે.”

બીજી તરફ, ઇઝરાયલી સૈન્ય (IDF) એ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તેઓ પત્રકારોને નિશાન બનાવતા નથી..પરંતુ તે ચોક્કસ વિસ્તારમાં સૈન્ય ગતિવિધિઓને કારણે જોખમ હોવાથી આ ઘટના બની હોઈ શકે છે. હાલ આ મામલે તપાસના આદેશ અપાયા છે.


લેબનોનમાં યુદ્ધની ભયાનકતા: એક નજરે

વિગત

આંકડાકીય માહિતી

કુલ મૃત્યુઆંક

2,300 થી વધુ લોકો

શહીદ પત્રકારો

આ વર્ષે અત્યાર સુધીમાં 9 પત્રકારો (અલી શોએબ અને ફાતિમા સહિત)

વિસ્થાપિત લોકો

10 લાખથી વધુ લોકોએ ઘર છોડ્યા

વર્તમાન સ્થિતિ

યુદ્ધવિરામની મંત્રણા વચ્ચે પણ સરહદ પર ભીષણ હિંસા ચાલુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE