દિલ્હી મેટ્રોની બ્લુ લાઇનના સમયમાં ફેરફાર: રવિવારે સવારે મુસાફરોએ આ શેડ્યૂલ જાણી લેવું જરૂરી

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) ના જણાવ્યા અનુસાર, ટ્રેક મેન્ટેનન્સની કામગીરીને કારણે 19 એપ્રિલના રોજ ઇન્દ્રપ્રસ્થ અને સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશનો વચ્ચે સેવાઓ પ્રભાવિત રહેશે. આ જાળવણી કાર્યને લીધે બ્લુ લાઇન (લાઇન-૩ અને લાઇન-4) પર મેટ્રો સેવાઓ સામાન્ય સમય કરતા થોડી મોડી શરૂ થશે.

નવો સમય આ મુજબ રહેશે:

  • વૈશાલીથી દ્વારકા સેક્ટર-૨૧: પ્રથમ ટ્રેન સવારે ૬:૦૫ વાગ્યે ઉપડશે.

  • લક્ષ્મી નગરથી દ્વારકા સેક્ટર-૨૧: મેટ્રો સેવા સવારે ૬:૨૧ વાગ્યે શરૂ થશે.

  • યમુના બેંકથી દ્વારકા સેક્ટર-૨૧: પ્રથમ ટ્રેન સવારે ૫:૫૦ વાગ્યે ચાલશે.

નોંધનીય છે કે દ્વારકાથી નોઇડા ઇલેક્ટ્રોનિક સિટી અને વૈશાલી તરફ જતી ટ્રેનોના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સવારે 6:30 વાગ્યા પછી સમગ્ર બ્લુ લાઇન પર મેટ્રો સેવાઓ રાબેતા મુજબ કાર્યરત થઈ જશે. મુસાફરોને આ સમયને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરીનું આયોજન કરવા સલાહ આપવામાં આવી છે.

દિલ્હી મેટ્રો વિશે સામાન્ય માહિતી:

દિલ્હી મેટ્રો ભારતની સૌથી આધુનિક મેટ્રો સિસ્ટમ પૈકીની એક છે.જેની શરૂઆત 2002માં થઈ હતી. આ નેટવર્ક દિલ્હીની સાથે નોઇડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદ જેવા વિસ્તારોને જોડે છે. તેની સમયપાલન અને સ્વચ્છતા માટે જાણીતી આ મેટ્રોમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે.જેનાથી રસ્તા પરનું ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવામાં મોટી મદદ મળે છે.

Leave a Comment

READ MORE

READ MORE