પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા સ્વ.વિજયભાઇ રૂપાણીની 10 મી માસિક તિથિએ આરોગ્ય કેમ્પ સંપન્ન

રાજકોટના પનોતા પુત્ર અને હૃદયસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની 10 મી માસિક પુણ્યતિથીએ વિજયભાઈએ કંડારેલી કેડી ઉપર માનવ સેવાના કાર્યોના ભાગરૂપે અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન અંતર્ગત પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ, વિજયભાઈ રૂપાણી મેમોરીયલ તથા રોટરી કલબ ઓફ રાજકોટ મીડ ટાઉનના સંયુક્ત ઉપક્રમે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ચામડી, દંતરોગ, બાળરોગ, કાન-નાક-ગળાના દર્દો તથા વર્ટીગો (ચક્કર આવવા)નું વિનામૂલ્યે નિદાન તથા દવાઓ સાથે સારવાર કેમ્પ તેમજ ડોક્ટરની સલાહ મુજબ બહેરાશ ધરાવતા દર્દીઓ માટે વિનામૂલ્યે શ્રવણયંત્ર (હિયરિંગએઈડ) વિતરણ કરવાનો એક કેમ્પ ટ્રસ્ટના ભવન કિલ્લોલ ખાતે તા.12 ના રોજ યોજાઈ ગયો.

આ કેમ્પમાં 350થી વધુ દર્દીઓએ ભાગ લીધો હતો અને 108 દર્દીઓને વિનામૂલ્યે શ્રવણયંત્ર વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ENT સર્જન ડો.જતિનભાઈ મોદી, ડો. નિરવભાઈ મોદી, ડો. સેજલબેન ભટ્ટ, ડો.વૈભવભાઈ હાપલિયા, વર્ટીગો(ચક્કર) નિષ્ણાંત ડો. દર્શનભાઈ ભટ્ટ, સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો.ચેતનભાઈ લાલસેતા, ડો. પ્રિયંકાબેન સુતરીયા, ડો.પૂજાબેન ભીંડોરા, દંતરોગ માટે ડો.બિંદનભાઈ શાહ, ડો.પ્રીતેશભાઈ વોરા, ડો.બંસીબેન કારીયા, ડો.નેહાંશીબેન રામાનુજ બાળરોગ માટે ડો.નિખિલભાઈ શેઠ તથા ડો.અનિલભાઈ સાંજવા (પીડીયાટ્રીક સર્જન) વગેરેએ ઉપસ્થિત રહી દર્દીઓને તપસ્યા હતા અને દર્દીઓને જરૂરી દવાઓ ટ્રસ્ટના આંગણે વિનામૂલ્યે આપવામાં આવેલ હતી.

દંતરોગના દર્દીઓ માટે ટ્રસ્ટના દંત વિભાગમાં એક અઠવાડિયા સુધી ટ્રસ્ટના રાહતદરના પણ 50% દરે એક અઠવાડિયા માટે સારવાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદઘાટન સિનિયર ઈ.એન.ટી. સર્જન ડો. જતીનભાઈ મોદી, સિનિયર બાળરોગ નિષ્ણાંત ડો. નિખીલભાઈ શેઠ, ઉપસ્થિત ડોક્ટર્સ અને મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ હતું. આ તકે ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી, મેહુલભાઈ રૂપાણી, પ્રદીપસિંહ ઝાલા (ફન વર્લ્ડ), રોટરી કલબ ઓફ રાજકોટના પ્રમુખ જીજ્ઞેશભાઈ કામદાર, અશ્વિનભાઈ કામદાર, ડો.સુનાબેન મોદી, ડો.નિરંજનભાઈ પરીખ, ડો. પ્રતિમાબેન પરીખ, ડો. અનીમેશભાઈ ધ્રુવ, ડો.ગૌરવીબેન ધ્રુવ, શૈલેષભાઈ દેસાઈ, આકાશભાઈ પારેખ વગેરે મહાનુભવો કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પના ઉદઘાટન સમારોહમાં ટ્રસ્ટની મેડીકલ કમિટીના ડો.જૈમનભાઈ ઉપાધ્યાયએ ટ્રસ્ટ દ્વારા ચાલતી તબિબિ સેવા વિશે જણાવ્યું હતું કે આ ટ્રસ્ટના ભવન ખાતે રૂપિયા 10 ના ટોકનદરે નિદાન અને દવા આપવામાં આવે છે અને નિષ્ણાંત ડોકટરને માત્ર 50 રૂપિયાની કન્સલ્ટિંગ ફી માં દેખાડી શકાય છે.આ સેવાનો લાભ લેવા જાહેર જનતાને અપીલ કરી હતી. ઉપરાંત કેમ્પની સફળતા માટે શુભકામના વ્યક્ત કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ટ્રસ્ટની પરંપરા અનુસાર કેમ્પમાં સેવા આપવા આવેલ ડોક્ટર્સનું ટ્રસ્ટના ડો. નયનભાઈ શાહ, કનુભાઈ હિન્ડોચા, દિલીપભાઈ મીરાણી, કિરીટભાઈ પરમાર, હરીશભાઈ શાહ, ગીતાબેન વસા, કેતનભાઈ મેસવાણી, જીજ્ઞેશભાઈ કામદાર, મુકેશભાઈ મહેતા, કિશોરભાઈ ગામારા, રવજીભાઈ દવેરા, ભાવેનભાઈ ભટ્ટ, શિતલબા ઝાલા, પ્રીતીબેન મહેતા, ડો.ગ્રીષ્માબેન માલવિયા, ડો.સલોનીબેન ડોડીયા વગેરે દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. સ્વાગત પ્રવચન હસુભાઈ ગણાત્રા દ્વારા કરવામાં આવેલ. જયારે આ કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર્સ કે જેઓ પોતાનો મુલ્યવાન સમય ફાળવી કેમ્પમાં સામેલ દરિદ્રનારાયણોની સેવા બદલ અંજલીબેન રૂપાણીએ ટ્રસ્ટ વતી આભાર વ્યક્ત કર્યો હતો. ઉદઘાટન સમારોહનું સંચાલન ટ્રસ્ટના હસુભાઈ ગણાત્રાએ કર્યું હતું.

કેમ્પને યશસ્વી બનાવવા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી, ડો. મેહુલભાઈ રૂપાણી, મહેશભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ મેડીકલ કર્મિટી મેમ્બર્સ ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડો.નયનભાઈ શાહ, દિવ્યેશભાઈ અઘેરા, ગીતાબેન બિપીનભાઈ વસા, શૈલેષભાઈ લોટીયા, હરીશભાઈ શાહ, કેતનભાઈ મેસવાણી, કાર્યકર્તાઓ હસુભાઈ ગણાત્રા, મુકેશભાઈ મહેતા, કિશોરભાઈ ગમારા, કનુભાઈ હિન્ડોચા, રાજુભાઈ શેઠ, ઉમેશભાઈ કુંડલિયા, દિલીપભાઈ મીરાણી, રવજીભાઈ વેરા, કિરીટભાઈ પરમાર, જીજ્ઞેશભાઈ રનોતર, આશીષભાઈ દાવડા, ભરતભાઈ કારડીયા, પ્રવિણભાઈ ખોખર, વહીવટી અધિકારી ભાવિનભાઈ ભટ્ટ, કો-ઓર્ડીનેટર સાગરભાઈ પાટીલ, કર્મચારીઓ શીતલબા ઝાલા, ડો. સલોનીબેન ડોડીયા, ડો.ગ્રીષ્માબેન માલવિયા, ડો.જસ્મિતાબેન ચાવડા, ડો. ચિંતનભાઈ જોષી, ડો.કૃશાંગી વ્યાસ, ડો.મહેક મહેશ્વરી, ડો.મહિમા ચૌહાણ, ડો.પાયલ સરવૈયા, ડો.રીના બાવળીયા, ડો.રિયા વાઘેલા, ડો.ઋત્વી કાનાણી, ડો. પ્રકૃતિ જોષી, ડો.દર્શના કેશવાલા, અલ્પાબેન ભટ્ટ, ભરતભાઈ પાઠક, પ્રીતિબેન મહેતા, ધાનીબેન મકવાણા, હેતલબેન પરમાર, જાનકીબેન રામાણી, વર્ષાબેન મકવાણા, પદમાબેન પરમાર, હાજરાબેન બુંભાણીઠેબા, સિંગ રીનારાની, અનિલભાઈ ચાવડા,કાંતિભાઈ નિરંજની, નયનાબેન ડાભી, સકીનાબેન અજમેરી વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

કેમ્પની વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ખાતે રૂબરૂ અથવા ફોન નં.0281-2704545 દ્વારા સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE