મહેસાણા જિલ્લાના લિંચ ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ યાત્રા’માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી ઉત્તર ગુજરાત માટે વિકાસના નવા દ્વાર ખોલ્યા હતા…મુખ્યમંત્રીએ આ તકે જાહેરાત કરી હતી કે અમદાવાદ-મહેસાણા હાઈવેને 8-લેન બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જે ગુજરાતનો સૌથી ભવ્ય અને મોટો હાઈવે બનશે.
ચૂંટણીમાં હંમેશા કામનો હિસાબ આપવો પડે છે: CM
મુખ્યમંત્રીએ કડીમાં 28 ઉમેદવારો બિનહરીફ થયાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે,આ ભાજપની કામગીરી પર જનતાના વિશ્વાસનું પ્રતીક છે..તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે,”ચૂંટણીમાં જનતા વચ્ચે જઈએ ત્યારે કરેલા કામોનો હિસાબ આપવો પડે છે અને ભાજપ પાસે વિકાસના નક્કર કામોનું સરવૈયું છે.”
ઉત્તર ગુજરાતના પાણીના પ્રશ્નો અને માળખાગત સુવિધાઓ
ભૂતકાળની સરકારોની સરખામણી કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે:
-
પાણીની ક્રાંતિ: એક સમયે જે ઉત્તર ગુજરાત પાણી માટે ટળવળતું હતું, આજે નહેરોના જાળને કારણે સમૃદ્ધ બન્યું છે.
-
બજેટ અને ગ્રાન્ટ: રાજ્ય સરકાર હવે 4 લાખ કરોડના ઐતિહાસિક બજેટ સાથે વિકાસના પથ પર છે…ધારાસભ્યોને ભૂગર્ભ જળસ્તર સુધારવા માટે ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
-
આરોગ્ય અને રોજગાર: આયુષ્માન કાર્ડની મર્યાદા વધારીને 10 લાખ કરવામાં આવી છે..વાઈબ્રન્ટ ગુજરાતના ફળસ્વરૂપે વિશ્વની ટોચની 500માંથી 100 કંપનીઓ આજે ગુજરાતમાં કાર્યરત છે.
નીતિન પટેલનો આક્રમક અંદાજ: “વિરોધીઓનો સફાયો ન થાય ત્યાં સુધી ચેનથી બેસવાનું નથી”
આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યકરોમાં જોશ પૂરતા આક્રમક નિવેદન આપ્યું હતું..તેમણે કહ્યું કે,”અત્યારે માત્ર ઉત્સવ મનાવવાનો સમય નથી….જ્યાં સુધી ભારત અને ગુજરાત વિરોધી તત્વોનો જડમૂળથી સફાયો ન થાય ત્યાં સુધી આપણી લડત ચાલુ રહેવી જોઈએ.”
તેમણે કાર્યકરોને તમામ આંતરિક મતભેદો અને મનદુઃખ ભૂલીને એકઠા થવા હાકલ કરી હતી..નીતિન પટેલે આગામી સમયમાં ભાજપના 100 ટકા ઉમેદવારોને જવલંત વિજય અપાવવા માટે કમર કસવા અપીલ કરી હતી.
Post Views: 27










