અમદાવાદ ‘ખીરા કાંડ’: અકસ્માત કે આયોજિત હત્યા? બે માસૂમ દીકરીઓના મોતમાં માતા-પિતા જ શંકાના ઘેરામાં!

ડેરીના ખીરામાં ઝેર હતું કે દંપતીએ જ રચ્યું મોતનું કાવતરું? ચાંદખેડા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના તપાસમાં ચોંકાવનારા ખુલાસા

અમદાવાદના ચાંદખેડામાં બે માસૂમ બાળકીઓના રહસ્યમય મોતનો કેસ હવે ‘ફૂડ પોઈઝનિંગ’ નહીં, પણ પૂર્વ આયોજિત હત્યા કે સામૂહિક આત્મહત્યાના પ્રયાસ તરફ વળી રહ્યો છે. ઢોંસાના ખીરામાં ઝેર હોવાની વાર્તા પાછળ હવે પોલીસને માતા-પિતાના જ કાવતરાની ગંધ આવી રહી છે.

આ પણ વાંચો…

કાળજું કંપાવતી ઘટના: ઉજ્જૈન પાસે 3 વર્ષનું માસૂમ બાળક 70 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબક્યું, રેસ્ક્યૂ ઓપરેશન તેજ

પોલીસની શંકાના પાંચ મુખ્ય કારણો:

  • 1. વિરોધાભાસી નિવેદનો: પિતા વિમલ પ્રજાપતિ અને માતા ભાવનાબેનની વાતોમાં જમીન-આસમાનનું અંતર છે. બંને વારંવાર નિવેદનો બદલી રહ્યા છે.જેનાથી તપાસ અધિકારીઓની શંકા દ્રઢ બની છે.

  • 2. માસૂમ બાળકીના ગુપ્ત અંતિમ સંસ્કાર: સૌથી મોટો પ્રશ્ન એ છે કે ૩ મહિનાની બાળકીનું મોત થયા બાદ પરિવારે પોલીસને જાણ કર્યા વગર ૪ એપ્રિલે ચુપચાપ તેના અંતિમ સંસ્કાર કેમ કરી દીધા? આ ઘટનાને છુપાવવાનો પ્રયાસ શું સૂચવે છે?

  • 3. માત્ર એક જ પરિવારમાં ઝેર કેમ? જે ડેરીમાંથી ખીરા ખરીદાયા હતા.ત્યાંથી અન્ય ૨૦૦ લોકોએ પણ ખરીદી કરી હતી. જો ખીરામાં ઝેર હોત તો અન્ય પરિવારોમાં પણ અસર થઈ હોત, પરંતુ માત્ર આ જ પરિવાર ભોગ બન્યો!

  • 4. સ્તનપાન કરાવતી બાળકીનું મોત: ફોરેન્સિક એક્સપર્ટ્સ પણ અચરજમાં છે કે જે બાળકી માત્ર માતાનું દૂધ પીતી હતી. તેના શરીરમાં આટલું જલદ ઝેર કેવી રીતે પહોંચ્યું? શું તેને બહારથી કંઈક આપવામાં આવ્યું હતું?

  • 5. આર્થિક સંકડામણ કે અન્ય કોઈ કારણ? પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે કે શું આર્થિક તંગીને કારણે દંપતીએ આખા પરિવારને ખતમ કરવાનું પ્લાનિંગ કર્યું હતું?

હવે આગળ શું?

આજે પિતા વિમલ પ્રજાપતિને હોસ્પિટલમાંથી રજા મળતાની સાથે જ ચાંદખેડા પોલીસ તેની અટકાયત કરશે.પોલીસ માની રહી છે કે કડક પૂછપરછમાં પિતા જ આ રહસ્ય પરથી પડદો ઉઠાવશે.

અત્યારે સમગ્ર કેસ FSL રિપોર્ટ પર ટકેલો છે. વૈજ્ઞાનિક પુરાવાઓ મળતાની સાથે જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પોલીસને પૂરી શંકા છે કે આ કેસમાં માતા-પિતા જ મુખ્ય સૂત્રધાર હોઈ શકે છે.”

મહત્વનું  છે કે,

  • ક્યારે બની ઘટના: આ ઘટનાની શરૂઆત 2 એપ્રિલ 2026 ના રોજ થઈ હતી. જ્યારે ચાંદખેડાના ન્યુ સીજી રોડ પર આવેલા સુકન ગોલ્ડ ફ્લેટમાં રહેતા પ્રજાપતિ પરિવારે રાત્રે જમવામાં ઢોંસા બનાવ્યા હતા.

  • શરૂઆતનો બનાવ: ઢોંસા ખાધા બાદ પરિવારના ચારેય સભ્યો (પિતા વિમલભાઈ, માતા ભાવનાબેન અને બે માસૂમ દીકરીઓ) ને ઉલટીઓ અને ગભરામણ થવા લાગી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

  • બાળકીઓના મોત: સારવાર દરમિયાન સૌથી પહેલા 3 મહિનાની માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ 5 એપ્રિલના રોજ બીજી 5 વર્ષની દીકરી (ધરતી) નું પણ ટૂંકી સારવાર બાદ મોત થયું હતું.

  • રહસ્યની શરૂઆત: શરૂઆતમાં એવું લાગ્યું કે ડેરીમાંથી લાવેલા ઢોંસાના ખીરામાં ઝેર (Food Poisoning) હોવાથી આ અકસ્માત થયો છે. પરંતુ જ્યારે જાણવા મળ્યું કે એ જ ડેરીના ખીરા અન્ય ૨૦૦ લોકોએ પણ ખાધા હતા અને કોઈને કંઈ થયું નથી. ત્યારે પોલીસને શંકા ગઈ.

  • ગુપ્ત અંતિમ સંસ્કાર: તપાસમાં બહાર આવ્યું કે પરિવારે ૩ મહિનાની બાળકીનું મોત થતા પોલીસને જાણ કર્યા વગર જ 4 એપ્રિલના રોજ તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા, જેનાથી પોલીસની શંકા વધુ પ્રબળ બની.

Leave a Comment

READ MORE

READ MORE