શ્રી પુજિત રૂપાણી ટ્રસ્ટ તથા રોટરી ક્લબ દ્વારા સ્વ. વિજય રૂપાણીની 10 મી માસિક પુણ્યતિથિએ વિનામૂલ્યે સારવાર કેમ્પ યોજાશે

ચામડી, દંતરોગ, બાળરોગ જેવા દર્દોનું નિદાન : નિઃશુલ્ક દવા વિતરણ તથા લેબોરેટરી વિભાગ દ્વારા લોહીની પ્રાથમિક તપાસ

માનવસેવાના અનેકવિધ કાર્યો કરતા પુજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અંતર્ગત રવિવાર તા. 12-4 ના રોજ સવારે 8-30 થી 11-30 દરમિયાન પુજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ, ‘કિલ્લોલ’, 1 મયુરનગર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (પૂર્વ ઝોન) સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે ચામડી, દંતરોગ, બાળરોગ, કાન, નાક ગળાના દર્દો માટે નિદાન તથા જરૂરિયાતમંદ દર્દીઓને ડોકટરની સલાહ મુજબ નિઃશુલ્ક દવા વિતરણ તેમજ લેબોરેટરી વિભાગ દ્વારા લોહીની પ્રાથમિક તપાસ કરી આપવામાં આવશે. જે લોકોને કાનમાં બહેરાશ આવી ગઈ હોય, કાનમાં ઓછું સંભળાતુ હોય, કાનમાં સાંભળવાનું મશીન લઈ ન શકતા હોય તેવા જરૂરિયાતમંદ દર્દીઓને વહેલા તે પહેલાના ધોરણે વિનામૂલ્યે શ્રવણયંત્ર (બહેરાશમાં ઉપયોગી થતું મશીન) ડોકટરની સલાહ મુજબ વિતરણ કરવામાં આવશે તેમજ દર્દીઓને કોઈપણ પ્રકારના ચક્કર આવવાની ફરિયાદ હોય તો તેના માટે ચક્કર (વર્ટીગો) નિષ્ણાત ડોકટર દ્વારા નિદાન કરી આપવામાં આવશે.આ સિવાય દંતરોગ જેવા કે દાંતનો દુઃખાવો, પેઢામાંથી લોહી પડવું, મોઢા માંથી દુર્ગંધ આવવી, ડહાપણ દાઢનો દુઃખાવો જેવા તમામ રોગોના નિરાકરણ માટે વિનામૂલ્યે દંતરોગ નિદાન તથા રાહત દરે સારવાર કરી આપવામાં આવશે. ટ્રસ્ટના દંત વિભાગમાં ખૂબ જ નજીવા દરે દાંતની દરેક પ્રકારની ઉત્તમ સારવાર કરવામાં આવે છે અને આ કેમ્પના લાભાર્થીઓને એમાં પણ બીજા 50% રાહત આપી કેમ્પની તારીખથી એક અઠવાડિયા સુધી સારવાર કરી આપવામાં આવશે. આ કેમ્પમાં કાન નાક ગળા વિભાગમાં ડો. જતિનભાઈ મોદી, ડો. નિરવભાઈ મોદી, ડો. સેજલબેન ભટ્ટ, ડો. વૈભવભાઈ હાપલિયા, વર્કીંગો (ચક્કર) નિષ્ણાત ડો. દર્શનભાઈ ભટ્ટ, ચામડી વિભાગમાં ડો. ચેતનભાઈ લાલસેતા, ડો. પૂજાબેન ભીંડોરા, ડો. પ્રિયંકાબેન સુતરીયા, બાળ રોગ વિભાગમાં ડો. નિખિલભાઈ શેઠ, ડો. અનિલભાઈ સાંજવા (પીડીયાટ્રીક સર્જન), દંતરોગ વિભાગમાં ડો. બિંદનભાઈ શાહ, ડો. પ્રીતેશભાઈ વોરા, ડો. બંસીબેન કારીયા, ડો. નેહાંશીબેન રામાનુજ વગેરે નિષ્ણાત ડોકટરો સેવાઓ આપશે. તેમ યાદીમાં જણાવાયુ છે.

Leave a Comment

READ MORE

READ MORE